અમદાવાદ માસ્ટર્સ ગોલ્ફ ટૂર્નામેન્ટની ત્રીજી સિઝનની આજથી શરૂઆત

અમદાવાદઃ ગોલ્ફની રમતમાં અમદાવાદ છેલ્લા ઘણા સમયથી અગ્રેસર રહ્યું છે ત્યારે શહેરમાં અમદાવાદ માસ્ટર્સ ગોલ્ફ ટૂર્નામેન્ટની ત્રીજી સિઝન આજથી શરૂ થઈ રહી છે. આ સિઝન ૧૩થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન રમાશે. અમદાવાદ માસ્ટર્સ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ૩૦ લાખ સુધીનાં રોકડ ઇનામો આપવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં ભારતના ગોલ્ફના પ્રખ્યાત રશીદ ખાન, ચિક્કરગપ્પા, મિથુન પરેરા અને અમદાવાદના અંશુલ પટેલ, વરુણ પરીખ, જય પંડ્યા સહિતના ખેલાડીઓ રમી રહ્યા છે. ખિતાબ જીતનારને રૂ. ૪.૫ લાખ, બીજા ક્રમે રહેનાર ખેલાડીને ત્રણ લાખ અને ત્રીજા ક્રમે રહેનાર ખેલાડીને રૂ. ૧.૮૦ લાખનો રોકડ પુરસ્કાર અપાશે.

You might also like