અમદાવાદથી માળિયાના ટોલટેક્સમાં કાલથી વધારો

અમદાવાદ: અમદાવાદથી વીરમગામ, ધ્રાંગધ્રા, હળવદ થઈને માળિયા સુધીના ફોર ટ્રેક રોડ ઉપરના ટોલ ટેક્સમાં ૧ એપ્રિલથી વિહિકલ મુજબ રૂ. પથી ૧પનો વધારો કરવામાં અાવી રહ્યો છે. જેના કારણે વાહનધારકોને ટોક્સ ટેક્સની રકમ વધારે ચૂકવવી પડશે. રાજ્ય સરકાર દ્વારા અા ટોલ ટેક્સ વસૂલવાની કામગીરી એલએન્ડટી કંપનીને સોંપવામાં અાવી છે. અા ટોલ ટે્કસનો વધારો અાજ મધરાતના બાર વાગ્યાથી લાગુ પડશે તેમ રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું .

રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા અમદાવાદના સરખેજથી વીરમગામ, ધ્રાંગધ્રા, હળવદ થઈને માળિયા જતા ફોર ટ્રેક રોડ ઉપર લેવામાં અાવતાં ટોલ ટેક્સમાં રૂ.૧પ સુધીનો વધારો કરવામાં અાવ્યો હોવાનું રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે. અા ટોલ ટેક્સનો વધારો અાગામી તા.૧ એપ્રિલ ર૦૧૬થી લાગુ પડશે. જે અંતર્ગત વિવિધ પ્રકારનાં વાહનોમાં રૂ.પથી ૧પનો વધારો કરાયો છે.

જેના ભાગરૂપે મોટર-જીપ માટે સરખેજથી વીરમગામ માટે રૂ.પપ, વીરમગામથી ધ્રાંગધ્રા માટે રૂ.૭૦, ધ્રાંગધ્રાથી હળવદ માટે રૂ.૩૦, હળવદથી માળિયા માટે રૂ.45ની વસૂલાત કરાશે, જ્યારે સરખેજથી માળિયા માટે રૂ.૧૯પનો ટોલ ટેક્સ લેવામાં અાવશે. મિની બસ માટે સરખેજથી વીરમગામ માટે રૂ.૯૦, વીરમગામથી ધ્રાંગધ્રા માટે રૂ.૧રપ ધ્રાંગધ્રાથી હળવદ માટે રૂ.પ૦, હળવદથી માળિયા માટે રૂ.૮૦ની વસૂલાત કરાશે, જ્યારે સરખેજથી માળિયા માટે રૂ.૩૪૦નો ટોલ ટેક્સ લેવામાં અાવશે. બસ માટે સરખેજથી વીરમગામ માટે રૂ.૧૮પ, વીરમગામથી ધ્રાંગધ્રા માટે રૂ.રરપ, ધ્રાંગધ્રાથી હળવદ માટે રૂ.૧૦૦ હળવદથી માળિયા માટે રૂ.૧પપની વસૂલાત કરાશે, જ્યારે સરખેજથી માળિયા માટે રૂ.૬૯પનો ટોલ ટેક્સ લેવામાં અાવશે.

એલસીવી માટે સરખેજથી વીરમગામ માટે રૂ.૯૦, વીરમગામથી ધ્રાગંધ્રા માટે રૂ.૧રપ, ધ્રાંગધ્રાથી હળવદ માટે રૂ.પ૦, હળવદથી માળિયા માટે રૂ.૮૦ની વસૂલાત કરાશે, જ્યારે સરખેજથી માળિયા માટે રૂ.૩૪૦નો ટોલ ટેક્સ લેવામાં અાવશે. બે એક્સેલ ટ્રક માટે સરખેજથી વીરમગામ માટે રૂ.૧૮પ, વીરમગામથી  ધ્રાંગધ્રા માટે રૂ.૧૧પ (૩૦.૧૭ કિ.મી. માટે), ધ્રાંગધ્રાથી  હળવદ માટે રૂ. ર૪૦ (૬૧.૬૦૮ કિ.મી. માટે), હળવદથી માળિયા માટે રૂ.૧પપની વસૂલાત કરાશે, જ્યારે સરખેજથી માળિયા માટે રૂ.૬૯પનો ટોલ ટેક્સ લેવામાં અાવશે.

જ્યારે મલ્ટી એક્સેલ વિહિકલ માટે સરખેજથી વીરમગામ માટે રૂ. 295, વીરમગામથી  ધ્રાંગધ્રા માટે રૂ.૧૯૦ (૩૦.૧૭ કિ.મી. માટે), ધ્રાંગધ્રાથી  હળવદ માટે રૂ.૩૮પ (૬૧.૬૦૮ કિ.મી. માટે), હળવદથી માળિયા માટે રૂ.રપ૦ની વસૂલાત કરાશે, જ્યારે સરખેજથી માળિયા માટે રૂ.૧૧૧પનો ટોલ ટેક્સ લેવામાં અાવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી કચ્છ તરફ જવા માટે આ ફોર ટ્રેક રોડ બનાવવામાં આવ્યો છે. કચ્છથી અમદાવાદ અને અમદાવાદથી કચ્છ તરફ માલસામાનના વ્યવહાર માટે તેમજ આ ફોર ટ્રેક રોડનો ઉપયોગ કરવામાં આવે છે અને લાખો વાહનો ફોર ટ્રેક રોડ પરથી પસાર થાય છે.

You might also like