ઉત્તરાયણમાં ઊંધિયા-જલેબીની સાથે પિત્ઝા-બર્ગરની પણ માગ વધી

અમદાવાદ: આવતી કાલે ઉત્તરાયણ છે. શહેરીજનો ઊંધિયા-જલેબીના મોટા પ્રમાણમાં ઓર્ડર બુક કરવાની સાથેસાથે આ વખતે પિત્ઝા-બર્ગરની પણ મોટી ડિમાન્ડ જોવા મળી છે. ઊંધિયું રૂ. ૨૦૦થી ૨૫૦ પ્રતિકિલો,જ્યારે જલેબી રૂ. ૩૦૦થી ૪૦૦ના પ્રતિકિલોના ભાવે વેચાશે.

અમદાવાદ મીઠાઇ એન્ડ ફરસાણ એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણમાં આ વખતે પણ જલેબી અને ઊંધિયાની મોટી ડિમાન્ડ જોવા મળી રહી છે, પરંતુ સાથેસાથે યુવા વર્ગમાં ખાણીપીણીના બદલાતા જતા ટ્રેન્ડની સાથેસાથે આ વખતે પિત્ઝા અને બર્ગરની પણ ડિમાન્ડ વધેલી જોવા મળી છે તથા તેના ઓર્ડર પણ બુક થઇ રહ્યા છે.

એસોસિયેશનના પ્રમુખ મુરલીધરન અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે મિત્ર વર્તુળો સાથે તહેવારની ઉજવણી કરવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે પિત્ઝા-બર્ગર સહિત વેસ્ટર્ન ખાણીપીણીનાં પણ ઓર્ડર બુક થઇ રહ્યા છે.

You might also like