આજથી અમદાવાદથી વાયા મુંબઈ-લંડનની ફ્લાઈટ શરૂ

અમદાવાદ : અમદાવાદથી વાયા મુંબઈ થઈને લંડન જતી ફ્લાઇટનો આજે વહેલી સવારે એર ઈન્ડિયા દ્વારા પ્રારંભ થનાર છે. ત્યારે જ્યાં સુધી પેસેન્જર મળશે ત્યાં સુધી ફ્લાઈટ ચાલુ રહેશે અને પેસેન્જર મળતાં બંધ થશે ત્યારે આ ફ્લાઈટ પણ ભૂતકાળની જેમ બંધ કરી દેવાશે તેમ એર ઈન્ડિયાના અધિકારી અનિલ મેહતાએ જણાવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે સીધી કોઈ ફ્લાઈટ ન હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદથી લંડનની સીધી ફ્લાઈટ મળે તે માટને પ્રયાસો હાથ ધરાયા હતા. આવતીકાલે મંગળવારે વહેલી સવારે સાડા ચાર કલાકે અમદાવાદથી વાયા મુંબઈ થઈને લંડન જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટનો પ્રારંભ થનાર છે. જેના સંદર્ભે આજે એર ઈન્ડિયાના દિલ્હી સ્થિત એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) અનિલ મેહતાએ પત્રકારોને જણાવ્યું હતું. આવતીકાલથી અમદાવાદથી લંડન વચ્ચે એર ઈન્ડિયા દ્વારા સીધી ફ્લાઈટ શરૃ કરવામાં આવી રહી છે. હાલ આ ફ્લાઈટ વાયા મુંબઈ થઈને ચાલશે, ત્યાર બાદ ૧પ જાન્યુઆરી-ર૦૧૬થી આ ફ્લાઈટ અમદાવાદથી સીધી લંડનની ઉડાન ભરશે. આ પ્રથમ ફ્લાઈટમાં અમદાવાદથી ર૧૦ પેસેન્જર લંડન જવા રવાના થશે.
ભૂતકાળની જેમ આ ફ્લાઈટ બંધ તો નહીં થાયને તેવા પ્રશ્નના જવાબમાં અનિલ મેહતાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પૂરતા પેસેન્જર મળશે ત્યાં સુધી આ ફ્લાઈટ ચાલશે. પેસેન્જર મળતાં બંધ થશે ત્યારે બંધ કરી દેવાશે.

You might also like