જાણો અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રીફ એક ક્લિક પર

નારોલમાં દાઝી જતાં યુવતીનું મોત
અમદાવાદ: નારોલમાં અકસ્માતે દાઝી જવાથી એક યુવતીનું મોત થયું હતું. નારોલ ચોકડી પાસે શગુન પોલિમર્સ કંપનીનાં કમ્પાઉન્ડમાં આવેલા કવાટર્સમાં રહેતી સુશિલાબહેન રવીભાઇ પરમાર નામની યુવતીનું રસોઇ બનાવતી વખતે દાઝી જવાથી મોત થયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બોલેરો પિકઅપ ગાડી અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદ: દાણી લીમડા વિસ્તારમાંથી બોલેરો પીકઅપ ગાડી અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. દાણી લિમડામાં જય ચામુંડા નગર નજીક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી એક બોલેરો ગાડીની અને નારોલ જતા રસ્તા પર હનુમાનજીની મંદિર પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારનાં અડ્ડા પર ઠેરઠેર દરોડા
અમદાવાદ: શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે ઠેરઠેર દરોડા પાડી ૪૧૬ લિટર દેશી દારૂ, ર૩૦ બોટલ વિદેશી દારૂ, ૬ બિયરનાં ટીન, એક રિક્ષા, એક સ્કૂટર, એક કાર, રૂ.રપ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૯ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૯પ ઇસમની અટકાયત
અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર શહેર પોલીસે તકેદારીનાં પગલાંરૂપે ૯પ ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. આ ઉપરાંત નશાબંધીના કાયદાનો ભંગ કરી દારૂના નશામાં છાકટા બનેલા ૧ર દારૂડિયાની ધરપકડ કરી ગુના દાખલ કર્યા હતા.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદ: જુદા જુદા ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી વિશાલ ભવાનીસિંહ રાઠોડને પોલીસે શાહીબાગ પોલીસે જહાંગીરપુરાના નાકા નજીકથી ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.

You might also like