ચંડીસર ચોકડી પાસેથી અમદાવાદના છ નબીરા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

અમદાવાદ: ઉત્તર ગુજરાતના ગઢ પોલીસ સ્ટેશન નજીક ચંડીસર ચોકડી પાસેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અમદાવાદના છ નબીરાને દારૂ પીધેલી હાલતમાં અાબાદ ઝડપી લઈ અા અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ગઢ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોડી સાંજે ચંડીસર ચોકડી પાસે વાહન ચેકિંગ કરતો હતો તે દરમિયાન એક કાર પુરઝડપે પસાર થતાં પોલીસે તેને રોકી હતી, પરંતુ કારચાલકે કાર પુરઝડપે ચલાવી નાસી છૂટવાનો પ્રયાસ કરતાં પોલીસે તેનો પીછો કરી ઝડપી લઈ તલાસી લેતાં અમદાવાદ શહેરના છ નબીરા દારૂ પીધેલી હાલતમાં મળી અાવ્યા હતા. પોલીસે નશામાં ચકચૂર હાલતમાં ‌િજતેન્દ્ર પંચાલ (રહે. સુભાષબ્રિજ), મહેશ કનોજિયા અને પ્રકાશ ભીલ બંને (રહે. લાડલાપીર કમ્પાઉન્ડ), પ્રકાશ કેવલાણી (રહે. સરદારનગર), લક્ષ્મીચંદ વસેરા (રહે. નારણપુરા) અને મહેન્દ્ર પુનર (રહે. શાહીબાગ) અા છ શખસ સામે નશાબંધીના ભંગનો ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે અા છ નબીરાઓ દારૂની મહે‌િફલ માણવા નીકળ્યા હતા અને અમદાવાદ પરત ફરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે કાર કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like