અમદાવાદઃ કાંકરિયા બન્યું દેશનું પ્રથમ સ્વચ્છ સ્ટ્રીટ ફુડ હબ

અમદાવાદઃ શહેરનું પ્રખ્યાત ફરવા લાયક સ્થળ એવું કાંકરિયા કે જેને દેશનો પ્રથમ સૌથી સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ આપવામાં આવેલ છે. આ સાથે જ બીજો નંબર લો ગાર્ડનની ખાઉ ગલીને બીજા નંબરનો એવોર્ડ અપાયો છે. FSSIએ ક્લિન સ્ટ્રીટ ફુડ હબ પ્રોજેક્ટ હેઠળ એવોર્ડ અપાયો છે.

સ્ટેટ ફુડ ડ્રગ એન્ડ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનનાં કમિશ્નરનાં જણાવ્યાં અનુસાર પ્રોજેક્ટ અંતર્ગત ઓડીટર દ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં કાંકરિયા તળાવ પ્રથમ ક્રમે આવેલ છે અને અમદાવાદનાં લો ગાર્ડનની ખાઉ ગલી બીજા નંબરે આવે છે.

દેશનાં સર્વ પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે કાંકરિયાને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ-ર૦૧૭માં UNESCO દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયું હતું. ત્યારે દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદ દેશનું સર્વ પ્રથમ હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું હતું.

You might also like