શહેરમાં સોનાચાંદીનો ધંધો આજે સદંતર બંધ રહેશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે રૂ.બે લાખ કે બે લાખથી વધુની જવેલરીની ખરીદી પર પાનકાર્ડના નિયમને ફરજિયાત બનાવ્યો છે, જેનાથી જવેલર્સ સહિત ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના વિરોધમાં આવતી કાલે શહેર સહિત રાજયભરના ૧પ,૦૦૦થી વધુ જવેલર્સ હડતાળ પાડશે, એટલું જ નહીં આવતી કાલનીહડતાળના કારણે રૂ.પ૦૦થી ૭૦૦ કરોડના જવેલરી કારોબારને અસર થશે.

જવેલર્સના જણાવ્યા પ્રમાણે સરકારે પાનકાર્ડની અમલવારી કરતાં જવેલરી કારોબારને અસર થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મોટા ભાગના ગ્રાહકો પાસે પાનકાર્ડ ન હોવાના કારણે જવેલરી ખરીદી વખતે મુશ્કેલી અનુભવવી પડે છે અને તેના કારણે જવેલરીના કારોબારને નકારાત્મક અસર થઇ છે. જેના વિરોધમાં આવતી કાલે હોલસેલર્સ, રિટેલર્સ સહિતના તમામ જવેલરી મેન્યુફેકચર્સ હડતાળ પાડશે. આ અંગે અમદાવાદ જવેલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ રોહિત ચોકસીએ જણાવ્યું કે સરકારની પાનકાર્ડની નીતિ સામે જવેલર્સનો આક્રોશ છે, જેના કારણે આવતી કાલે જવેલર્સ હડતાળ પાડશે.

You might also like