IT વિભાગે સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હાથ ધર્યું સર્ચ ઓપરેશન

અમદાવાદઃ શહેરમાં IT વિભાગે વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. સંઘા ણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ITએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. રાજકોટ, વડોદરા, અમદાવાદ, બેંગ્લોરની ટીમ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે IT દ્વારા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી કે જેમાં બેનામી સંપતિ બહાર આવે તેવી શકયતાઓ છે. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ, બેંગ્લોર, વડોદરામાં સંઘાણીની શાખા છે. સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં રિયલ એસ્ટેટ બિઝનેસમાં અગ્રણી નામ પણ ધરાવે છે.

સંઘાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સમાં 28 વર્ષથી કાર્યરત છે. સંઘાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીઅલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સંકળાયેલી છે તેમજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સમાં પણ સંઘાણી કંપની વિશેષ રીતે સંકળાયેલી છે.

You might also like