અમદાવાદ સહિત રાજ્યભરની તમામ અદાલતોની કામગીરી ઠપ

અમદાવાદ: લો ક‌િમશન દ્વારા એડ્વોકેટ એક્ટમાં સુધારો કરતા બિલના વિરોધમાં આજે ગુજરાત સહિત દેશની તમામ કોર્ટના વકીલોએ કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લો ક‌િમશન ઓફ ઇ‌િન્ડયાના ચેરમેન પૂર્વ જ‌િસ્ટસ બી. એસ. ચૌહાણ દ્વારા લો ક‌િમશન દ્વારા લોકસભામાં વકીલ વિરોધી સૂ‌િચત બિલ મૂકવામાં આવતાં આજે દેશભરના તમામ વકીલો હડતાળ પર ઊતર્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે વકીલોએ વિવિધ વિરોધ પ્રદર્શન કરીને બિલનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

વકીલો પર 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરવી તેમજ તેમના પર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી ચલાવવા જેવા અનેક મુદ્દાઓને લઇ લો ક‌િમશન દ્વારા એડ્વોકેટ એક્ટમાં સુધારો કરવા માટે લોકસભામાં સૂચિત ‌િબલ પાસ કરવા માટે મૂકવામાં આવ્યું હતું, જેના પગલે આજે દેશભરના તમામ વકીલો હડતાળ પર ઊતર્યા છે. ગુજરાતના 70 હજાર વકીલો અને 242 બાર એસોસિયેશન બિલ પરત ખેંચવા માટે હડતાળમાં જોડાયાં હતાં. આજે વહેલી સવારથી અમદાવાદની હાઇકોર્ટ, ગ્રામ્ય કોર્ટ, મેટ્રોપો‌િલટન કોર્ટ, સેશન્સ કોર્ટ સહિત અન્ય કોર્ટમાં પ્રે‌િક્ટસ કરતા તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા હતા.

તા.૮-૪-ર૦૧૭ના રોજ દિલ્હી ખાતે દેશભરનાં તમામ બાર કાઉન્સિલના સભ્યોની ‌િમ‌િટંગ થઇ હતી, જેમાં લો ક‌િમશન દ્વારા વકીલોને હેરાન કરનાર એક્ટ બનાવેલ હોવાથી લો ક‌િમશનના ચેરમેન જ‌િસ્ટસ બી. એસ. ચૌહાણનું રાજીનામું માગવાનો પ્રસ્તાવ મુકાયો હતો. બીસીઆઇ (બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો બિલ પરત ખેંચવામાં નહીં આવે તો દેશભરનાં તમામ એસોસિયેશન વિરોધ પ્રદર્શનમાં રેલી કાઢશે અને વધુ જલદ કાર્યક્રમ-જેલભરો આંદોલન કરવામાં પણ પાછળ નહીં રહે. પૂર્વ જ‌િસ્ટસ ચૌહાણે ૭ માર્ચની લો ક‌િમશનની ‌િમ‌િટંગમાં કાયદો તૈયાર કરેલ હતો, જેમાં લો ક‌િમશનના એકમાત્ર મેમ્બર અભય ભારદ્વાજે આ કાયદાનો વિરોધ કર્યો હતો અને બીસીઆઇના સમર્થનમાં બહાર આવ્યા હતા.

એડ્વોકેટ એક્ટમાં સુધારાના મામલે આજે વહેલી સવારથી વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. તમામ વકીલો આજે હડતાળ પર ઊતરતાં અમદાવાદના 7 હજાર કરતાં વધુ કેસ અને રાજ્યના 50 હજાર કરતાં વધુ કેસ પર માઠી અસર પડશે. અમદાવાદની તમામ કોર્ટના વકીલો બિલની હોળી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે અને બિલના વિરોધમાં જિલ્લા કક્ષાએ કલેક્ટર, મામલતદારને આવેદનપત્ર આપવાના છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિસ્ત ક‌િમટીના ચેરમેન અ‌િનલ કેલ્લાએ જણાવ્યું છે કે આજ સવારથી તમામ વકીલો કામકાજથી અળગા રહેશે, જ્યારે આવનારા દિવસોમાં જો બિલ પરત નહીં ખેંચાય તો જલદ આંદોલન પણ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like