અમદાવાદી વિદ્યાર્થીની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કલાને આપશે પ્રોત્સાહન

અમદાવાદઃ એચ.કે આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરનાર ઝીલ જોષી નામની વિદ્યાર્થીની એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જાપાનની ઓટેમોન ગાકુઈન યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળતાં ઝીલ આજનાં દિવસે જાપાન જવા રવાના થઈ છે.

ઝીલ જાપાનમાં જઈને ભારતને રિપ્રેઝન્ટ કરશે. ઝીલ શાસ્ત્રીય નૃત્યો ભારતનાટ્યમ અને કથ્થકમાં નિપુણ છે માટે ત્યાંની યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને કથ્થક શિખવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કલાને વેગ આપશે.

મહત્વનું છે કે લગભગ છેલ્લાં ત્રણ દાયકાથી ગુજરાત યુનિવર્સિટી અને ઓટેમોન ગાકુઈન યુનિવર્સિટી જાપાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ એક્ષચેન્જ પ્રોગ્રામ ચાલે છે. આ પ્રોગ્રામ હેઠળ ગુજરાત યુનિવર્સિટીનાં ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને જાપાન જવાની તક આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આ પ્રોગ્રામમાં આ વખતે ઝીલનું સિલેક્શન થઇ જતાં ઝીલ આજે જાપાન જવા રવાના થઈ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ઝીલ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભારતનાટ્યમ અને કથ્થક શાસ્ત્રીય નૃત્યો તેમજ નાટક અને સ્કીટ વગેરેનાં સ્ટેજ કાર્યક્રમો દેશભરમાં આપ્યાં છે જેથી ત્યાં જઈને તે જાપાનીઝ શાસ્ત્રીય નૃત્ય, જાપાનીઝ ભાષા તેમજ માર્શલ આર્ટ્સની તાલીમ મેળવશે અને ભારતીય શાસ્ત્રીય નૃત્યો તેમજ હિન્દી ભાષાનું વર્કશોપ કરીને જાપીનીઝ લોકોને હિન્દી ભાષા શીખવશે.

You might also like