ગૂજરાત વિદ્યાપીઠને લજવતો કિસ્સો, ઉધોગ શિક્ષક દ્વારા વિધાર્થીનીની જાતીય સતામણી

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાપીઠમાં ઉદ્યોગ ચલાવતા શિક્ષક ભુપત સરવૈયા સામે જાતિય સતામણીની એક વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે. વિદ્યાર્થિનીએ મહિલા સેલમાં આ આરોપી શિક્ષક સામે ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ કમિટીએ આ સમગ્ર મામલે તપાસ કરી કુલસચિવને રિપોર્ટ સોંપાયો હતો. જે રિપોર્ટમાં શિક્ષકને કસુરવાર ગણવામાં આવ્યો છે.

જે બાદ કુલસચિવ દ્વારા ભુપેન્દ્ર સરવૈયાને ફરજ મુક્ત કરવામાં આવ્યો છે. એવી પણ માહિતી મળી છે કે, ભૂપેન્દ્ર સરવૈયા પહેલા વિદ્યાપીઠમાં ડ્રાઈવરની નોકરી કરતો હતાં. જે બાદ તેઓની ઉદ્યોગમાં શિક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી. આ સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ ઉપરાંત વિદ્યાર્થીઓને કાંતણ ફરજિયાત છે.

કાંતણનાં બદલામાં વિદ્યાર્થીઓને કાપડ આપવામાં આવે છે. આ કાપડ લેવા માટે જ ઉદ્યોગ શિક્ષકે વિદ્યાર્થિનીને ઉદ્યોગ રૂમમાં બોલાવી હતી અને ત્યાં એકાંતનો લાભ ઉઠાવીને વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરી હતી. જ્યાર બાદ વિદ્યાર્થિનીએ આ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.

You might also like