૨૬મીએ અમદાવાદ શહેર ૬૦૫ વર્ષ પરિપુર્ણ કરી લેશે

અમદાવાદ: આગામી ૨૬મી ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેર તેની સ્થાપનાના ૬૦૫ વર્ષ પુરા કરશે. આ દિવસે શહેરના એલિસબ્રિજના છેડે આવેલા માણેક બુરજ ખાતે ધજા બદલવાથી લઈને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરીને અમદાવાદ શહેરનો બેપી બર્થ ડે ઉજવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૃ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર સુલતાન અહમદશાહ દ્વારા ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના દિવસે વસાવવામાં આવ્યું હતું. સુલતાન અહમદશાહ બાદશાહ દ્વારા જે સમયે અમદાવાદ શહેરનો રચના કરવામાં આવી હતી તે સમયે આ શહેરને કોટ વિસ્તાર અને બાર જેટલા મુખ્ય દરવાજાઓમાં વસાવાયુ હતું. અમદાવાદ શહેરની સ્થાપનાને ૨૬મી ફેબ્રુઆરીના રોજ ૬૦૫ વર્ષ પુરા થઈ ગયા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગના વડા નાયરનો સંર્પક કરવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, આ દિવસે માણેકનાથ બાવામાં વંચજો દ્વારા શહેરના એલિસબ્રિજના છેડે આવેલા માણેકબુરજ ખાતે ધજા બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને શહેરના અન્ય સંગઠનો તરફથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે.

You might also like