અમદાવાદનાં મેળામાં નજીવી બાબતે 2 જૂથો વચ્ચે મારામારી, દ્રશ્યો VIDEOમાં કેદ

અમદાવાદઃ શહેરનાં વિશાલા સર્કલ પાસે મેળામાં મારામારી થયાની એક ઘટના સામે આવી છે. તહેવાર નિમિતે મેળામાં ભારે ભીડ જામી હતી. ત્યારે 2 જૂથો વચ્ચે મોટા પાયે મારામારી થઈ હતી. આ મારામારીનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 2 જૂથોઓ એકબીજા પર હથિયાર વડે હુમલો કરતાં દેખાઈ રહ્યાં છે.

મહત્વનું છે કે અમદાવાદમાં એક મેળામાં મારામારી થઇ હોવાનાં દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં વિશાલા સર્કલ પાસે યોજાયેલા મેળમાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે મારામારી થઇ છે. અગત્યનું છે કે તહેવાર હોવાંથી મેળામાં ભારે ભીડ જામી હતી. ત્યારે એવામાં સામાન્ય નજીવી બાબતે મારામારી થઇ ગઇ હતી.

જેનાં દ્રશ્યો સોશિયલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ત્યારે મહત્વનું છે કે એવામાં આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ હવે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.

You might also like