જાણીતી મોડલ એન્કર ખુશ્બુ ભટ્ટે કરી આત્મહત્યા, ત્રણ વર્ષથી હતી બેકાર

અમદાવાદઃ જાણીતી મોડલ તેમજ એન્કર ખુશ્બુ ભટ્ટે તેના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ખુશ્બુ છેલ્લાં ત્રણ વર્ષથી બેકાર હતી. કામ ન હોવાને કારણે તે ડિપ્રેશનમાં હતી અને નાની નાની વાતે તે ઘરના સભ્યો સાથે ઝગડી પડતી હતી. ખુશ્બુ જોધપુર ખાતે તેના દાદી અને પિતા સાથે રહેતી હતી. પિતા સાથે નાની બાબતને લઇને ગજગ્રાહ થતા તેણે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધઈ હોવાનું સામે આવ્યું છે.

ખુશ્બુ મિનેશભાઇ ભટ્ટ મોડલિંગ કરતી હતી. તે અનેક કંપનીઓની ઇવેન્ટનું એન્કરી કરી હતી. મોડર્લિંગમાં હોવાને કારણે તેણે તેના શરીર પર અનેક ટેટુ પણ કરાવ્યા છે. જેને કારણે તેની મોડલિંગની દુનિયામાં આગવી ઓળખ હતી. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી તેને કોઇ જ મળતા તે ડિપ્રેશનમાં હતી. ગત રવિવારે પિતા સાથે નાની બાબતને લઇને વિવાદ થયો હતો. જેમાં તેને લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું છે. હાલ આનંદ નગર પોલીસ સ્ટેશને આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. ખુશ્બુનો ભાઇ અમેરિકા હોવાથી તેના આવ્યા પછી ખુશ્બુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like