પુત્રને મ‍ળે ત્યારે પિતાએ ૫ાંચ હજાર કોર્ટમાં જમા કરાવવા પડશે

[:en]Ahemdabad : A father living in the Vastral area will have to pay five thousand rupees to meet once in a month to his son, family court of Ahemdabad has given such order. Father had filed son’s interim custody petition in Ahemdabad court.

Prakadhbhai Dhanjibhai Thakkar 39 years old living in Panchratna Aavash in Vastral Ahemdabad is working in medical store. He had got marry in 14 January, 2005 with Rinkuben who had been living in Viramgam, the couple was blessed with the son named Harsh after one year. According to the Prakashbhai’s alleged Rinku’s marriage with him was her second marriage and they had hidden this fact. However, over time Rinku had gone with Harsh to her father’s home before six years in a quarrel between spouse.

With the mediation of society’s elders Prakash and Rinku got divorced on 11-2-2014. Later Rinku married third time with a person living in Bavla. On last year Prakashbhai filed petition of divorce and sought custody of his son also by his lawyer Minaben Thakkar. Court had ordered him to meet his son once in a month in last week from 10am to 6pm.

However, the court has put a condition for Prakashbhai that, he has to deposit five thousand rupees in the court on every month to meet his son. The amount will be given to his ex-wife. The court has also put another condition that Prakashbhai is not allowed to give anything to eat or else things to his son.[:de]અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક પિતાને તેના પુત્ર સાથે મહિને એક વખત મળવા માટે પાંચ હજાર રુપિયા ચુકવવા પડશે તેવો આદેશ અમદાવાદની ફેમિલી કોર્ટે કર્યો છે. પિતાએ પુત્રની કસ્ટડી અમદાવાદની ફેમિલી કોર્ટમાં વચગાળાની અરજી ફાઇલ કરી હતી.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા પંચરત્ન આવાસમાં રહેતા 39 વર્ષીય પ્રકાશભાઇ ધનજીભાઇ ઠક્કર દવાની દુકાનમાં નોકરી કરે છે તેમનાં લગ્ન 14 જાન્યુઆરી 2005 ના રોજ વીરમગામમાં રહેતી રિંકુબહેન સાથે થયાં હતાં એક વર્ષ બાદ તેમણે હર્ષ નામના બાળકને જન્મ આપ્યો. કોર્ટમાં પ્રકાશભાઈએ કરેલા આક્ષેપ પ્રમાણે રિંકુના પ્રકાશભાઇ સાથે બીજા લગ્ન હતાં જે વાત તેમણે છુપાવી હતી. જોકે સમય જતાં રિંકુ અને પ્રકાશ વચ્ચે બોલાચાલી થતાં રિંકુ તેના પુત્ર હર્ષને લઇને 6 વર્ષ પહેલા પિયર જતી રહી હતી.

ગત વર્ષે સમાજના વડીલોની દરમિયાનગીરીથી તા.11-2-2014 ના રોજ સ્ટેમ્પ પેપર ઉપર પ્રકાશ અને રિંકુના છુટાછેડા થઇ ગયા હતા. ત્યાર બાદ રિંકુએ તેનાં ત્રીજાં લગ્ન બાવળાની એક વ્યકિત સાથે કરી લીધાં. પ્રકાશભાઇએ અમદાવાદની ફેમિલી કોર્ટેમાં વકીલ મીનાબહેન ઠક્કર દ્રારા  ગતવર્ષે છુટાછેડા તથા પુત્રની કસ્ટડી લેવા માટેની પણ અરજી કરી હતી. કોર્ટે પ્રકાશભાઇને મહિનાના છેલ્લા અઠવાડિયામાંં એક વખત સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન પુત્રને મળવા દેવાનો આદેશ કર્યો છે.

જોકે ફેમિલી કોર્ટે પ્રકાશભાઇને દર મહિને તેના પુત્રની મુલાકાત માટે પાંચ હજાર રૂપિયા કોર્ટમાં જમા કરાવવાની શરત મૂકી છે. આ રકમ પ્રકાશભાઈનાં પૂર્વ પત્નીને મળશે. કોર્ટે એવી પણ શરત મૂકી છે કે પ્રકાશભાઈ તેમના પુત્રને કોઈપણ ખાવા પીવાની ચીજ નહીં આપે.[:]

You might also like