મફત પ્રવેશ ન આપતાં મેળાના સંચાલકને માર માર્યો

728_90

અમદાવાદ: ઇદના તહેવારને લઇ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા કાદરી પાર્ટી પ્લોટમાં આનંદ મેળો યોજાયો છે. આ મેળામાં ગત રાત્રે એક યુવક મફત પ્રવેશ કરવા જતો હતો ત્યારે મેળાના સંચાલકે તેને અટકાવતાં યુવકે સંચાલકને ઢોર માર માર્યો હતો અને ખાણી-પીણીના સ્ટોલ પર તોડફોડ મચાવી હતી. ઘટનાની જાણ સરખેજ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી યુવકની ધરપકડ કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વટવા વિસ્તારમાં આવેલા ઇમદાદનગરમાં મહંમદ ખારીફ હુસેન રહે છે. હાલમાં ઇદનો તહેવાર ચાલી રહ્યો હોવાથી મહમંદ ખારીફે સરખેજના અંબર ટાવર નજીક આવેલા કાદરી પાર્ટી પ્લોટમાં આનંદમેળો લગાવ્યો છે. ગત રાત્રે સરખેજમાં આવેલા મુસ્કાન રો-હાઉસમાં રહેતો અશફાફ યુસુફ ઘાંચી નામનો યુવક આનંદ મેળામાં આવ્યો હતો. અશફાક મેળામાં મફત પ્રવેશ લેવા જતો હતો ત્યારે સિક્યો‌િરટી ગાર્ડે તેને અટકાવ્યો હતો અને બાદમાં મેળાના સંચાલક સાથે તેણે બોલાચાલી કરી હતી.

બોલાચાલી ઉગ્ર બનતાં અશફાકે મહંમદ ખારીફને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેળામાં લગાવેલા ખાણીપીણીના સ્ટોલમાં પણ તોડફોડ કરી હતી. ઘટના બાબતે સરખેજ પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કા‌િલક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અશફાકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

You might also like
728_90