શહેરમાં ડેન્ગ્યૂના ૧૪ અને કમળાના ૨૮૧ કેસ નોંધાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં જાન્યુઆરી માસમાં વિવિધ મચ્છર અને પાણીજન્ય કેસમાં વધારો થયો છે. જેમાં ડેન્ગ્યૂના ૧૪ અને કમળાના ૨૮૧ કેસ નોંધાયા છે.  આ ઉપરાંત મચ્છરજન્ય કેસમાં સાદા મેલેરિયાના ૩૮, ઝેરી મેલેરિયાના ૧૦ કેસ તેમજ પાણીજન્ય કેસમાં ઝાડા-ઊલ્ટીના ૩૯૦, કમળાના ૨૮૧, ટાઈફોઈડના ૧૬૭ કેસ અને કોલેરાનો એક કેસ નોંધાયો છે. શહેરમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં ૪૩,૦૪૩ જેટલા લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જ્યારે ૨૦૧૫માં ૯,૫૨,૯૪૪ લોહીના નમૂના લેવાયા હતા. જ્યારે ડેન્ગ્યૂ ટેસ્ટ માટે ૨૦૧૫માં ૨૩,૯૪૪ સીરમ સેમ્પલ તથા ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં ૮૩૦ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.

જ્યારે તંત્ર દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં નક્કી થયેલા કાર્યક્રમ હેઠળ સંબંધિત વિભાગો દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી માસમાં હેલ્થ વિભાગ દ્વારા આ મુજબના પગલા લેવામાં આવ્યા છે. જેમાં ૩૫,૫૫૬ જેટલા રેસિડેન્ટ કલોરીન ટેસ્ટ કરાયા છે. જ્યારે બેકટેરિયોલોજિકલ તપાસ માટે ૧૨,૬૦૫ કિલો ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે ૭,૩૧,૭૦૦ કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામા આવ્યુ છે. જ્યારે ૩,૮૨,૩૦૬ કિલો જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંદકી, બિન આરોગ્ય ખાદ્ય પદાર્થ અને પાણીની ટાંકીની સફાઈ અંગે ૨૨૪૦ ને નોટિસ અપાઇ છે.

You might also like