દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટના પેસેન્જરોને બે વખત ઉતારીને ચેકિંગ કરાયું

અમદાવાદ: અમદાવાદથી દિલ્હી જતી ઈન્ડિગોની ફલાઈટના પેસેન્જર્સને બબ્બે વખત ફ્લાઈટમાંથી લગેજ સાથે ઉતાર્યા બાદ ચેકિંગ કરાવીને ત્રીજી ફ્લાઈટમાં બેસાડવામાં અાવ્યા હતા, જેના કારણે ૧૮૦ મુસાફરોને ભારે હેરાનગ‌િતનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદથી ‍વહેલી સવારે 6-30 કલાકે દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં જવા માટે ૧૮૦ પેસેન્જર્સ ચેકિંગ અને સિક્યોરિટીના કારણસર નિયત સમય કરતાં બે કલાક વહેલા એરપોર્ટ અાવી ગયા હતા. દિલ્હી જનારા તમામ પેસેન્જર અાવી ગયા બાદ ઈન્ડિગો એરલાઈન્સના સ્ટાફ દ્વારા તેમને ફ્લાઈટમાં બેસાડી દેવામાં અાવ્યા હતા. ફ્લાઈટમાં તમામ પેસેન્જર્સ અને લગેજ અાવી ગયાં હતાં. અામ છતાં ઈન્ડિગો એરલાઈન્સના સ્ટાફ દ્વારા તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી ઊતરીને અન્ય ફ્લાઈટમાં બેસવા માટે જવાનું કહેવાયું હતું. બીજી ફ્લાઈટમાં બેસી ગયા બાદ ફરીથી એરલાઈન્સના સ્ટાફ દ્વારા મુસાફરોને ચેકિંગ કરવા માટે ઉતાર્યા હતા. ચેકિંગ કરાયા બાદ પુન: પહેલાં જે ફ્લાઈટમાં બેસાડવામાં અાવ્યા હતા તે ફ્લાઈટમાં તમામ મુસાફરોને બેસાડવામાં અાવ્યા હતા. અા ભાંજગડના કારણે એક કલાક જેટલો સમય ફ્લાઈટ મોડી ઉપડી હતી, જેના કારણે મુસાફરોને ભારે હેરાનગ‌િત વેઠવી પડી હતી.

અા ફ્લાઈટમાં જ દિલ્હી જઈ રહેલા ખાનગી કંપનીના મેનેજર કમલેશ પટેલે જણાવ્યું હતું કે પહેલી વાર ફ્લાઈટમાં બેસાડ્યા બાદ કહેવામાં અાવ્યું કે હવે અામાં નહીં બીજી ફ્લાઈટમાં જવાનું છે તેમ કહીને બીજી ફ્લાઈટમાં બેસાડવામાં અાવ્યા હતા. ત્યાર બાદ ફરીથી કહેવામાં અાવ્યું કે સિક્યોરિટીના કારણે હમણાં અાપનું ફરીથી બોર્ડિંગ કરવું પડશે તેમ કહીને તમામ પેસેન્જરને ફ્લાઈટમાંથી ઉતારીને ટર્મિનલ લઇ જઇને ફરીથી બોર્ડિંગ કરવામાં અાવ્યું હતું.

You might also like