અમદાવાદની હોટલ ગેલેક્સીનાં ભોજનમાં જંતુ નિકળતા હોબાળો

અમદાવાદઃ શહેરની હોટલ ગેલેક્સીમાં ભોજનમાં જંતુઓ નિકળવાની હોટલની બેદરકારીની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ભાજપનાં કાઉન્સિલરો અને બોર્ડ નિગમનાં ડિરેક્ટરો હોટલ ગેલેક્સીમાં જમવા માટે ગયાં હતાં.

આ દરમ્યાન તેમનાં ભોજનમાં જંતુ નિકળતા ભારે હોબાળો થયો હતો. જો કે ભોજનમાં જંતુ નિકળતા આ સમગ્ર ઘટના અંગે કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

અમદાવાદની હોટેલ ગેલેક્સીમાં ભોજનમાં નીકળ્યાં જંતુઓ
ભોજનમાં જંતુઓ નીકળતા હોટલમાં હોબાળો
BJPનાં કાઉન્સિલરો, બોર્ડ નિગમનાં ડિરેક્ટરો ગયાં હતાં જમવા
ઘટનાને પગલે કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગને કરાઇ જાણ

You might also like