શહેર ક્રાઈમ બ્રીફઃ રોકડ રકમની લૂંટ, ક્યાંક આપઘાત તો ક્યાંક નકલી પોલીસનો ત્રાસ

અમદાવાદ, ગુરુવાર
સરદારનગરમાં રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ
સરદારનગર વિસ્તારમાં રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે, સરદારનગરમાં કુબેરનગર નજીક અર્જુન કોમ્પલેકસની બાજુમાં રહેતા જગદીશભાઇ ભગવાણી રાત્રીના ૯-૧પ વાગ્યાના સુમારે કુબેરનગરમાં આવેલા રાજાવીર મંદિર નજીક એક્ટિવા પર પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી બાઇક પર પુરઝડપે આવેલા બે ગઠિયાએ જગદીશભાઇને રોકી વિના કારણે ઝઘડો કર્યો હતો અને એક્ટિવાના હુક પર
ભરાવેલ રૂ.૬૮ હજારની રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી બંને ગઠિયા બાઇક પર હાંસોલ તરફ પલાયન થઇ ગયા હતા. આ અંગે જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ગઠિયાને પકડવા સઘન તપાસ હાથ ધરી હતી.

નકલી પોલીસ મહિલાનાં ઘરેણાં તફડાવી પલાયન
નકલી પોલીસ એક મહિલાના રૂ.૧.પ૦ લાખના ઘરેણાં તફડાવી પલાયન થઇ જતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વેજલપુરમાં બકેરી સિટી પાસે આવેલ મહાદેવના મંદિર પાસેથી પસાર થઇ રહેલ નંદકુમાર નાયરની પત્નીને નકલી પોલીસે રોકી આગળ ઝઘડો થયો છે તેવું જણાવી વિશ્વાસમાં લીધા બાદ આ મહિલાનું મંગળસૂત્ર, સોનાની બંગડીઓ અને ત્રણ વીંટી ઉતરાવી નાખી પાકીટમાં મુકાવ્યા હતા. ત્યારબાદ આ નકલી પોલીસે મહિલાની નજર ચૂકવી ખોટા દાગીનાનું પડીકું આપી
અસલી સોનાના દાગીના લઇ પલાયન થઇ ગયા હતા.

જમાલપુરમાં રોકડ અને ઘરેણાંની ચોરી
જમાલપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છેકે, જમાલપુરમાં એફ.ડી. હાઇસ્કૂલ પાસે આવેલ ચંપામીલની ચાલીના એક મકાનમાં તસ્કરોએ ધોળા દિવસે તાળાં તોડી બે સોનાની વીંટી અને રોકડ રકમ મળી રૂ.પ૦ હજારની મતાની ચોરી કરી હતી. આ ઉપરાંત નારોલ સર્કલ નજીક હનુમાનજીના મંદિર પાસે પાર્ક કરેલ ટેમ્પોની તેમજ જશોદાનગર ચોકડી પાસે એક બાઇકની ઉઠાંતરી થતાં પોલીસે આગળની કાર્યવાહી
હાથ ધરી છે.

એકનો ગળાફાંસો, બેએ ઝેરી દવા પીધીઃ યુવાને નદીમાં ઝંપલાવ્યું
શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ચાર બનાવ બન્યા છે, જેમાં એકે ગળાફાંસો ખાઇ, બેએ ઝેરી દવા પી અને એક યુવાને નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખ્યું હતું. સરદારનગરમાં ઓઝોન સિટી સામે આવેલ પરસોતમદાસની ચાલીમાં રહેતી સીતાદેવી અરવિંદકુમાર ચોરસિયાએ પોતાના ઘરમાં જ બપોરના સુમારે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે તાત્કાલિક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી હતી.

આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. બહેરામપુરામાં ક્રિશ્ચિયન સોસાયટી ખાતે રહેતી હાન્નાહ સ્ટીવનદાસ નામની મહિલાએ બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી લેતાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે નારોલ વિસ્તારમાં કોટ પાછળ આવેલા કેરલનગર ખાતે રહેતી મનીષાબહેન લક્ષ્મણભાઇ દંતાણીએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતાં તેનું એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઇસનપુરમાં મ્યુનિસિપલ સ્કૂલની પાછળ આવેલ ધ્વનિ ટેનામેન્ટ નજીક રહેતા પ્રકાશ નવાજી પ્રજાપતિએ આંબેડકર બ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું.

You might also like