અમદાવાદમાં દર ત્રીજા દિવસે હત્યા-લૂંટ, બળાત્કારનો બનાવ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વખતથી ગુનાખોરીએ માઝા મૂકી છે. ગુનેગારો બેફામ બનતા શહેરમાં ખૂન, લૂંટ, ધાડ, અપહરણ, બળાત્કાર, ચેઇન સ્નેચિંગ તેમજ ઘરફોડ અને વાહનચોરીના બનાવોનો સતત સિલસિલો જારી રહ્યો છે.
શહેર પોલીસ દળમાં અપૂરતા સ્ટાફના કારણે દર ત્રીજા દિવસે લૂૂંટ, ખૂન અને ધાડની ઘટના બનતી રહે છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક સવાલો ઊભા થાય છે.

આજે વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન ગૃહ વિભાગને લગતા પ્રશ્નના જવાબમાં ર૦૧પની સરખામણીમાં અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી હોવાની આંકડાકીય માહિતી પ્રાપ્ત થઇ હતી.

ગુનાનો વર્ષ વર્ષ
પ્રકાર ર૦૧પ ર૦૧૬
લૂંટ ૧૪પ ૧૪૪
ધાડ ૧૬ રર
અપહરણ ૪૧ર ૪૪૭
બળાત્કાર ૧૧૮ ૧૩૧
ખૂન ૧ર૮ ૧૩૧
આત્મહત્યા ૭૯પ ૮૮૩
ચેઇન સ્નેચિંગ ર૦૭ રર૧

You might also like