વટવાની કોટન ફેક્ટરીમાં અાગ લાગતાં દોડધામ

અમદાવાદ: વટવા વિસ્તારમાં અાવેલી એક કોટન ફેકટરીમાં મોડી રાતે અચાનક જ અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી.  અા અંગેની વિગત એવી છે કે વટવામાં કેનાલ પાટિયા પાસે અાવેલી રેહા કોટન નામની ફેકટરીમાં ગત મોડી રાત્રે સવા વાગ્યાના સુમારે અચાનક જ અાગ ફાટી નીકળતાં અાજુબાજુના રહીશોમાં ભયની લાગણી પ્રસરી હતી અને દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ વોટર ટેન્કરો સાથે તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી.

અાગમાં રૂનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. નુકસાનનો અાંક તેમજ અાગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. વટવા પોલીસે અા અંગે વધુ તપાસ શરૂ કરી છે.

You might also like