કોંગ્રેસી નેતા જયરામ રમેશ કાલે અમદાવાદની મુલાકાતે

અમદાવાદ: ગુજરાતમાં અાગામી વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે ભાજપના ભ્રષ્ટ્રાચારને જાહેર કરીને લોકોની સમક્ષ ઉજાગર કરવાની રણનીતિ અપનાવવામાં અાવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસના રાષ્‍્ટ્રીય નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ અાવતી કાલે ગુજરાતની મુલાકાતે અાવી રહ્યા છે. જેમાં તેઅો ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારના ભ્રષ્ટાચારની વિગતોને પ્રજા સમક્ષ જાહેર કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતની મુલાકાતે અાવી રહેલા જયરામ રમેશ અાવતી કાલે સવારે 11-30 વાગે સૌ પ્રથમ પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યો સહિતના પદા‍ધ‍િકારીઅોને મળશે. ત્યાર બાદ તેઅો બપોરે બે કલાકે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે.

You might also like