અમદાવાદ શહેરમાં ૧પ દિવસમાં ર૭ ઘરફોડ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વાર ઘરફોડ ચોરીઓના બનાવોમાં વધારો થયો છે. શહેર પોલીસનાે ડિટેક્શન ગ્રાફ નીચે જવાના કારણે દરરોજ બેથી ત્રણ ચોરીના બનાવો બની રહ્યા છે. છેલ્લા ૧પ દિવસમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી કુલ ર૭ જેટલી ઘરફોડ ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં ૧૦ ચોરીઓ દુકાનમાંથી થઇ છે. તસ્કરો હવે દુકાનોને પણ ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ૧પ દિવસથી ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો થતાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને અમદાવાદના ચાંદખેડા, સોલા, ઘાટલોડિયા અને વાડજ વિસ્તારમાંથી ચોરીના બનાવો વધુ બન્યા છે.

બે દિવસમાં ચાંદખેડા વિસ્તારમાં ત્રણ બંગલા અને એક દુકાનમાંથી લાખો મતાની ચોરી થઇ છે. જ્યારે સરદારનગર, મેેઘાણીનગર, નારણપુરા, વાડજ, ઘાટલોડિયા અને સોલા વિસ્તારમાં પણ દુકાનનાં તાળાં તોડી ચોરીના બનાવ વધ્યા છે.

શહેર પોલીસના ડિટેકશનની વાત કરીએ તો ચાંદખેડા સહિતનાં પશ્ચિમ વિસ્તારમાં અનેક પોલીસ સ્ટેશનોમાં ડિટેક્શનનો ગ્રાફ સાવ ઓછો છે. પોલીસ દ્વારા આવા ચોરીના બનાવો અટકાવવા માટે લોકોને જાગૃત કરવામાં પણ આવતા નથી. જો શહેર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીઓ અટકાવવા સોસાયટી અથવા ફલેટમાં જઇને જાગૃતતા લાવવામાં આવે અને સાવચેતીનાં પગલાં કઇ રીતે લેવાં તે સમજાવવામાં આવે તો કદાચ લોકોની જાગૃતતાથી ચોરીના બનાવો અટકી શકે છે.

You might also like