અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ‘ગંદકી’

અમદાવાદઃ ચાલુ વર્ષે છ હજાર કરોડથી વધુનું જંબો બજેટ ધરાવતા મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. તેમ છતાં તંત્ર દરરોજ નાગરિકોને ઠેર ઠેર એક અથવા બીજાં કારણોસર ગંદકીનાં દર્શન કરાવે છે. ક્યાંક તો રોગચાળો પણ ફાટી નીકળ્યો છે.

દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં મણિનગરથી જશોદાનગરના નવા બનેલા રોડ પર છેલ્લા કેટલાય દિવસથી ગટરનાં ગંદાં પાણી ઊભરાઇને ફરી વળ્યાં છે. તેમ છતાં તંત્ર પાસે ગંદાં પાણીને ઉલેચવા માટે જેટિંગ મશીન કામે લગાડવાની ફુરસદ નથી. સ્થાનિક લોકો વારંવાર સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરીને થાકી ગયા છે. આની સાથે સાથે પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડની મદ્રાસી ચાલી, કીર્તિકુંજ સોસાયટી વગેરે વિસ્તારમાં અસહ્ય ગંદકી-કીચડ ફેલાતાં રોગચાળો ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહેવાસી બિંદેશ્વર ચૌહાણ રોષભેર કહે છે, આ ગંદકી કીચડથી તંત્ર અમને ક્યારે મુક્તિ અપાવશે તેની સમજ પડતી નથી.
http://sambhaavnews.com/

You might also like