અમદાવાદ, બુધવાર
ટ્રેકટર પરથી નીચે પટકાતાં યુવાનનું મોત
નારોલ વિસ્તારમાં ટ્રેકટર પરથી નીચે પટકાતાં એક યુવાનનું મોત થયું છે. નારોલ-પીરાણા ટોલનાકા ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલા ટ્રેકટરને ટ્રકે ટક્કર મારતા અકસ્માતં ટ્રેકટર બેઠેલા રણછોડ ચમનભાઇ ઠાકોર નામના યુવાનનું મોત થયું હતું.
નજર ચૂકવી રૂ.રપ હજારની તફડંચી
રામોલ વિસ્તારમાં તફડંચીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં સાશ્વત મહાદેવ વિભાગ-રમાં આવેલી કેદાર આઇસક્રીમ એન્ડ પાન પાર્લર નામની દુકાનનાં કાઉન્ટરમાંથી ત્રણ ગઠિયા દુકાનદારની નજર ચૂકવી રૂ.રપ હજારની તફડંચી કરી નાસી છૂટ્યા હતા.
લૂંટનો ગુનેગાર મુદ્દામાલ સાથે ઝડપાયો
લૂંટમાં સંડોવાયેલા એક ગુનેગારને બાપુનગર પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. લૂંટના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા બે ગુનેગારો વિપુલ ઠાકોર અને કેતન ઠાકોરને બાપુનગર પોલીસે ઝડપી લઇ એક્ટિવા અને રોકડ સહિત લૂંટનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
દારૂ-જુગારના અડ્ડા પર ઠેરઠેર દરોડા
શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે ઠેરઠેર દરોડા પાડી ૪ર૦ લિટર દેશી દારૂ, ૧૬ બોટલ વિદેશી દારૂ, રૂ.ર૧ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૭૭ શખસની ધરપકડ કરી આ અંગે ગુના દાખલ કર્યા છે.
અગમચેતીરૂપે ૧૭૮ ઇસમની અટકાયત
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર અગમચેતીના પગલાંરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૮ ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. આ ઉપરાંત નશાબંધીના ભંગ બદલ નવ દારૂડિયાને ઝડપી લઇ ગુના દાખલ કર્યા છે.
બે મહિલાએ સોનાના દોરા ગુમાવ્યા મકાનનાં તાળાં તોડી ઘરેણાંની ચોરી
શહેરના નરોડા અને નારોલ વિસ્તારમાં ચીલઝડપ અને ખાડિયામાં ચોરીનો બનાવ બનતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે નરોડામાં સતનામ એન્ડ પટેલ વેબ્રિજ સામેના રોડ પરથી સ્કૂટર પર પસાર થઇ રહેલ દિવ્યાબહેન નિકુંજભાઇ ખાખી નામની વ્યક્તિનાં ગળામાંથી ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા. જ્યારે નારોલમાં ઇસનપુર-વટવા રોડ પર આવેલી મુખીની વાડી પાસેથી પસાર થઇ રહેલ સ્મિતાબહેન દિનેશભાઇ ચૌહાણના ગળામાંથી પણ સોનાનાં દોરાની ચિલઝડપ થઇ હતી.
આ ઉપરાંત ખાડિયા વિસ્તારમાં રાયપુર ખાતે આવેલી બઉવાની પોળમાં આવેલા એક મકાનનાં તાળાં તોડી તસ્કરો સોનાની ચેન, વીંટી, હિરાનો હાર, ચાંદીના ઝાંઝર તેમજ રૂ.૪૦ હજારની રોકડ રકમ સહિત આશરે રૂ.૧.૮૧ લાખની માલમત્તાની ચોરી કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમરાઇવાડીમાં વૃદ્ધાએ એસિડ પી લઇ જીવન ટૂંકાવી નાખ્યું
અમરાઇવાડી વિસ્તારમાં રહેતી એક વૃદ્ધાએ એસિડ પી લઇ જીવન ટૂંકાવી નાખતા પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં હાટકેશ્વર નજીક નાડીયાવાસ પાસે આવેલી શકરીબહેનની ચાલીમાં રહેતી મંગુબહેન રામાભાઇ નાડીયા નામના વૃદ્ધાએ પોતાના ઘરમાં મોડી રાત્રે એસિડ પી લેતાં તેને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
પોલીસે વૃદ્ધાની લાશને પીએમ માટે મોકલી આપી આત્મહત્યા કરનાર વૃદ્ધાની ઘરની આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા પરંતુ હજુ સુધી વૃદ્ધાના આત્મહત્યા કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…
(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…
અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…