અમદાવાદના કમિશનરે શહેરના તમામ PIને લખ્યા પત્ર, જાણો કેમ?

અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે શહેરના તમામ PIને પત્ર લખ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, શહેર પોલીસ કમિશનરે ભૂતકાળમાં થયેલી લઠ્ઠાકાંડ જેવી સ્થિતિને અનુલક્ષીને તમામ PIને પત્ર લખ્યા છે.

મળતી માહિતી અનુસાર પોલીસ કમિશનરે વહીવટદારોની ભૂમિકા ભજવતા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાનો પણ આદેશ કર્યો છે. પોલીસ કર્મચારીઓને ગતિવિધિ અંગે નિયંત્રણ રાખવા આદેશ કર્યો છે. આ ઉપરાંત પત્રમાં ગેરકાયદેસર રીતે વહીવટદાર બનતા પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની વાત પણ કરવામાં આવી છે.

સરકાર તરફથી દારૂબંધી માટે કડક કાયદાકીય પગલાં લેવાના વાયદા કરવામાં આવી રહ્યા છે, એવામાં શહેરમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર સતત શહેરની પોલીસ રેડ પાડી તેને બંધ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરી રહી છે.

You might also like