Categories: Gujarat

અમદાવાદ શહેર અને જિલ્લામાં એક લાખ નવા મતદાર ઉમેરાશે

અમદાવાદ: મતદારયાદી સુધારણામાં નામ નોંધણી, સુધારા, કમી-સરનામામાં ફેરફાર વગેરે માટે જુલાઇ-એક માસનો કાર્યક્રમ પૂરો થયો છે. એક સમીક્ષા મુજબ ગત માસે અમદાવાદ જિલ્લામાં નવા એક લાખથી વધુ મતદાતાનો ઉમેરો થશે, જ્યારે ર૦ હજારથી વધુ મતદાતાનાં નામ કમી થવા માટેનાં ફોર્મ રજૂ થયાં હોવાનું જાણવા મળે છે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ તાજેતરમાં જ પૂર્ણ થયો હોઇ હવે તમામ ફોર્મની ચકાસણી હાથ ધરાઇ છે. હવે તમામ ફોર્મની જરૂર પડે સુનાવણી હાથ ધરાશે. ત્યારબાદ નામ મતદારયાદીમાં ઉમેરવાં કે દૂર કરવાં તેની કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારયાદી સુધારવા સાથે દિવ્યાંગોનાં નામ અલગથી નોંધવા અને તેના માટે દરેક મતદાન મથક ઉપર રેમ્પ સહિતની સુવિધાઓ ઊભી કરવાનો આદેશ આપ્યો છે. શહેર અને જિલ્લામાં અત્યારની સ્થિતિએ ૧પ૦૦થી વધુ દિવ્યાંગ મતદારોની નોંધણી થયેલી છે.

હવે નવી યાદી બનાવવા માટે સુધારણા હાથ ધરાઇ છે. હાલમાં બી.એલ.ઓ. પાસેથી દિવ્યાંગોની ‌વિગતો અલગથી મેળવવામાં આવી રહી છે. મતદારયાદી સં‌ક્ષિપ્ત સુધારણામાં ફોર્મ નં. ૬ એટલે કે નવા નામના ઉમેરા માટેના ફોર્મ, નામ અને સરનામામાં ફેરફાર માટેના ફોર્મ નં. ૮ અને નામ કમી કરવા માટેના તેમજ એક વિધાનસભા મત વિસ્તારમાંથી બીજા મત વિસ્તારમાં જવા માટેનાં ફોર્મ ભરાયાં છે, જેની સુનાવણી બાદ નિકાલની કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદમાં ૯૦ થી ૯૯ વર્ષની વય ધરાવતા કુલ રપ મતદાર છે.

divyesh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

2 days ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

2 days ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

2 days ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

2 days ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

2 days ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

2 days ago