અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, બુલેટની કરી ઉઠાંતરી, જુઓ CCTV VIDEO

અમદાવાદઃ એક તરફ સરકાર અને પોલીસ સલામતીનાં દાવાઓ કરી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. છેલ્લાં 15 દિવસથી વાહનચોરી કરતી એક ટોળકીએ આતંક મચાવ્યો છે. મોટે ભાગે રાત્રી દરમ્યાન શહેરનાં અલગ-અલગ વિસ્તારમાંથી વાહનચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે.

શહેરનાં ભાડજ, સોલા, થલતેજ, વસ્ત્રાપુરમાં વાહનોની ચોરીની અનેક ઘટનાઓ વધી રહી છે. ત્યારે 5થી 7 શખ્સોની ટોળકી છેલ્લાં કેટલાંય સમયથી વાહનચોરીને અંજામ આપી રહી છે. શનિવારે મોડી રાત્રે જ ભાડજ સર્કલ પાસે પ્રાઈડ આઇકોન નજીકથી વાહનોની ચોરી થઈ હતી.

જેમાં પાર્ક કરેલાં એક બુલેટનું લોક તોડીને કેટલાંક શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ તેઓ CCTV કેમેરાની સામે જોઈને અશ્લિલ હરકતો પણ કરી હતી. જો કે હાલમાં પોલીસે CCTV ફૂટેજનાં આધારે આ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

6 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

7 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

7 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

8 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

9 hours ago