કેડિલા ફાર્મા કંપનીનાં માલિકનો ઘરેલૂ વિવાદ, પતિ-પત્ની વચ્ચે થયું સમાધાન

અમદાવાદઃ કેડીલાનાં માલિક રાજીવ મોદી પર પત્નીએ માર મારવાનો અને શારીરિક માનસિક ત્રાસ આપતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. રાજીવ મોદીની પત્ની પતિ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં આ અંગે પહોંચ્યા હતા. પોલીસે રાજીવ મોદીનાં નિવાસસ્થાને પહોંચીને વધુ તપાસ કરી હતી. જો કે બાદમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ જતાં કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

મહત્વનું છે કે નાના-મોટા ઝઘડાઓ તો માત્ર સામાન્ય પરિવારમાં જ થાય છે એવું નથી. મોટાં મોટાં પરિવારોમાં પણ ઘરેલુ હિંસાનાં બનાવો બનતા હોય છે. તેવી જ રીતે દેશની એક જાણીતી કેડીલા કંપનીનાં માલીક રાજીવ મોદીની પત્નીએ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ બંગલામાં પોતાનાં પતિએ માર માર્યો હોવાની ફરીયાદ સોલા પોલીસ સ્ટેશનમાં કરતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. જો કે અગત્યની બાબત તો એ છે કે કેડિલાનાં માલિકની પૂછપરછ બાદ તેઓની ધરપકડ થવાની શક્યતા સેવાઇ રહી છે.

You might also like