બાળકો ભણતાં નથી, મારે ભણાવવાં છે, કહી આઠ વિદ્યાર્થીને માર માર્યો

અમદાવાદ: શહેરના અસારવા વિસ્તારમાં આવેલી શારદા સ્કૂલના શિક્ષક રવિ રાણાએ ધો.૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભણતાં નથી તેને મારે ભણાવવાં છે. તેમ કહી અને માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ૪૫ મિનિટના પિરિયડમાં હેવાન બની ગયેલા શિક્ષક રવિએ ફૂલ જેવાં બાળકોને ૮૦ જેટલી ફૂટપટ્ટીઓ મારી અને ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં પિરિયડમાં તેણે ચાર વિદ્યાર્થી  અને ચાર વિદ્યાર્થીનીઓને ફૂટપટ્ટી અને લાફાથી ઢોર માર માર્યો હતો.

શિક્ષક રવિ રાણાએ આક્ષેપ કર્યો છે કે શાહીબાગ પી.આઈ.એ ફરિયાદ નોંધાતાં તેઓને બોલાવ્યા હતા અને માર મારતાં કિડની પર અસર થઈ છે. જોકે શાહીબાગ પી.આઈ.એ આ વાતને નકારતાં જણાવ્યું હતું કે આક્ષેપ પાયાવિહોણા છે. શિક્ષક રવિએ ૪૫ મિનિટના પિરિયડમાં માત્ર વિદ્યાર્થીઓને માર જ માર્યો છે. વિદ્યાર્થીઓ ભણતા ન હોવાને કારણે તેણે પ્રેમથી સમજાવટથી કામ લેવાની જગ્યાએ ચાર વિદ્યાર્થીઓને અને ચાર વિદ્યાર્થિનીઓને ૮૦ જેટલી ફૂટપટ્ટી મારી હતી. જેથી તેઓ ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ પોલીસને સ્કૂલ સત્તાધીશો દ્વારા શિક્ષકની ક્રૂરતા દર્શાવતા સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા. જેમાં સતત તેણે વિદ્યાર્થીઓને માર મારતા હોવાનું બહાર આવ્યું છે.

You might also like