Categories: Gujarat

અમદાવાદમાં ગુનેગારોનું રાજઃ એક માસમાં લૂંટના સાત બનાવ

અમદાવાદ: શહેર પોલીસને હવે હત્યા, લૂંટ અને ચોરી જેવી ઘટનાઓ સામાન્ય લાગતી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અવારનવાર શહેરમાં લૂંટ, હત્યાના ગંભીર ગુનાઓ બની રહ્યા છે ત્યારે પોલીસ જાણે નિદ્રાધીન હોય એ રીતે કાર્યવાહી કરી રહી છે. છેલ્લા એક જ મહિનામાં 6 થી વધારે લૂંટના બનાવો અને બે હત્યાના બનાવો બન્યા, જેમાંથી એક પણ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી નથી.

બે મહિનામાં જ 70 લાખથી વધુની મતા લૂંટારુઓ લૂંટીને ફરાર થઇ ગયા છે. દિનદહાડે ખાસ કરીને વેપારીઓ જ લૂંટના ભોગ બન્યા છે. આટલી લૂંટ-હત્યાના બનાવો બન્યા હોવા છતાંય શહેર પોલીસ તથા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પેટનું પાણી હાલતું નથી અને સામાન્ય ગુનાઓનો ભેદ ઉકેલવામાં જ પોલીસ રસ દાખવતી જોવા મળી છે. સાબરમતીમાં એક જ મહિનામાં બીજી હત્યા બનવા પામી છે.

ગુનેગારોના ખોફના લીધે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓ દરરોજ કરોડો રૂપિયાની હેરફેર કરતા હોય છે, પરંતુ હવે શહેરની જનતા સુરક્ષિત નહિ હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે પોલીસ હવે બંદોબસ્ત માટે જ છે, લોકોની સુરક્ષા માટે નહિ તેમ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચને તો જાણે હવે ડિટેક્શનમાં રસ ન હોય એ રીતે આરામ ફરમાવી રહી હોય તેમ રો‌િજંદું કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

વસ્ત્રાપુર, વટવા, કાલુપુર, આનંદનગર, નરોડામાં લૂંટની ઘટનાઓમાં પોલીસ હજુ ફાંફાં મારી રહી છે. શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસ મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. બે મહિનામાં જેટલી પણ લૂંટ થઇ છે તે તમામ લૂંટમાં લૂંટારુઓ બાઇક પર જ આવ્યા હતા, જેથી આ પ્રકારની લૂંટ પાછળ કોઇ ચોક્કસ ગેંગ હોવાનું પોલીસ માની રહી છે. નરોડામાં વેપારી ભરતભાઇના ઘર સુધી જે રીતે લૂંટારુઓ આવી પહોંચ્યા તે રીતે તો લૂંટારુઓએ ભરતભાઇની ઓફિસથી જ રેકી કરી લૂંટ ચલાવી હોવાનું પણ પોલીસ માની રહી છે.

છેલ્લા બે મહિનામાં થયેલી લૂંટ-હત્યા
– વસ્ત્રાપુરમાં 20 લાખ
– વટવામાં 3.5 લાખ
– દરિયાપુરમાં 15 લાખ
– આનંદનગરમાં 5 લાખ
– કૃષ્ણનગરમાં 10 લાખ
– સાણંદમાં 7 લાખ
– નરોડામાં 12 લાખ
– ફતેવાડીમાં ઘાટલોડિયાના યુવકની હત્યા
– સાબરમતીમાં યુવકની હત્યા
– સાબરમતીમાં વધુ એક યુવકની હત્યા

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

8 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

8 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

8 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

9 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

9 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

9 hours ago