બોમ્બ બ્લાસ્ટ કેસઃ તાજના સાક્ષીને આરોપી બનાવવા આતંકીઓની ‌પિટિશન

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદમાં થયેલા ‌સિરીયલ બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીરની દિલ્હી સ્પેશિયલ સેલે થોડાક દિવસ પહેલાં ધરપકડ કરી છે તો બીજી તરફ આ કેસમાં સંડોવાયેલા ૧૧ આતંકી વિરુદ્ધમાં તાજના સાક્ષીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ જુબાની આપતાં ખળભળાટ મચી ગયો છે.

તાજના સાક્ષીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ પોતાની તેમજ ૧૧ આતંકીઓ વિરુદ્ધમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડીને ‌િસ‌િરયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હોવાની જુબાની આપતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. તાજના સાક્ષીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ આપેલી જુબાનીમાં ૮ આતંકીઓએ હાઇકોર્ટમાં ‌િપ‌િટશન ફાઇલ કરી છે અને સાક્ષીને આરોપી બનાવવાની માગ કરી છે.

૨૬ જુલાઇ, ૨૦૦૮ના રોજ અમદાવાદમાં બાપુનગર, સિવિલ હોસ્પિટલ સહિત વિવિધ જગ્યાએ ‌િસ‌િરયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં પ૬ વ્યકિતઓનાં મોત થયાં અને ૨૪૦ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બીજી તરફ સુરતમાં પણ ૧૫ અલગ અલગ જગ્યાએથી બોમ્બ બ્લાસ્ટ કરાવવા માટે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જોકે ટેક‌િનકલ ખામીના કારણે બોમ્બ બ્લાસ્ટ થયા નહીં. સુરત પોલીસે ૧૫ અલગ અલગ કેસ કર્યો હતા. ઇ‌િન્ડયન મુજા‌િહદ્દીન તેમજ ‌િસમીના આતંકીઓ સામે અમદાવાદમાં ૨૦ કેસ અને સુરતના ૧૫ કેસ થઇને કુલ ૩૫ કેસ કરવામાં આવ્યા હતા.

પોલીસે ઇ‌િન્ડયન મુજા‌િહદ્દીન તથા ‌િસમીના આતંકવાદીઓ અને સ્લીપર સેલ જાહીદ કુત્બુદ્દીન શેખ, શફદર નાગોરી, અબુ બશર, કયુમુદ્દીન કાપ‌િડયા, મોહંમદ સૈફ, મોહંમદ અલી અન્સારી, રઝિયાઉદ્દન નાસીર સહિત ૭૮ આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

કોર્ટના આદેશ બાદ અમદાવાદ અને સુરતના કેસ એક કરીને શહેરની સ્પે‌િશયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બોમ્બ બ્લાસ્ટના કેસમાં અત્યાર સુધી ૩૫૦ કરતાં વધુ ચાર્જશીટ કરવામાં આવી છે અને ૯૦૦ કરતાં વધુ સાક્ષી અને પંચ તપાસ્યા છે. આતંકીઓ સામે કલમ-૨૬૮ લાગુ કરી હોવાથી તેમને જેલની બહાર લાવવામાં આવતા નથી, જેથી આખા કેસની સુનાવણી વી‌િડયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે.

થોડાક સમય પહેલાં તાજના સાક્ષી એવા જાકીર હુસેન અબ્દુલ જબ્બાર કુરેશીએ સ્પેશિયલ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ જુબાની આપી હતી કે તેને જાહીદ કુત્બુદ્દીન શેખ, કયુમુદ્દીન કાપ‌િડયા સહિત ૧૧ આતંકીઓ સાથે મળીને બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું અને બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા.

જાકીર હુસેનની આ જુબાની પર ૮ આતંકીઓએ હાઇકોર્ટમાં ‌િપ‌િટશન ફાઇલ કરી છે, જેમાં જાકીર હુસેનને આરોપી બનાવવાની માગ કરી છે. બોમ્બ બ્લાસ્ટના કેસમાં જાકીરનું આરોપી કે ફરિયાદી તરીકે ક્યાંય નામ નહીં હોવાથી આતંકીઓએ હાઇકોર્ટમાં સીઆરપીસી-૩૧૯ મુજબ તેને આરોપી બનાવવાની માગ કરી છે. આજે હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી થશે.

You might also like