VIDEO: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટની સવારી હવે જોખમકારક, મુસાફરોનો જીવ જોખમમાં

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર બોટની સવારી હવે જોખમી બની છે. AMC અધિકારીઓની કુંભકર્ણની નિંદ્રાને લઇને રિવરફ્રન્ટ બોટ સવારી હવે મોતનું કારણ બની છે. પરંતુ આ જગ્યા છે અમદાવાદનાં ઉષ્માનપુરા, સુભાષબ્રિજ, એલિસબ્રિજ રિવરફ્રન્ટ પર બોટ સવારીનાં શોખીનોને મજા કરાવતી બોટ કે જે લોકો માટે ઘણી જોખમકારક છે.

ખોડલ કોર્પોરેશન, જય ઇન્ડીયા, વોટર સ્પોર્ટસની આ બોટ છે. આ બોટમાં મુસાફરો જીવનાં જોખમે મુસાફરી કરી રહ્યાં છે. બોટ પાસે ફિટનેસ લાયસન્સ પણ નથી. મનોરંજન માટે વપરાતી આ બોટનું ફિટનેસ લાયસન્સ હોવું જરૂરી છે. ફિટનેસ લાયસન્સ ન હોય તેવી બોટ કોઇ પણ સમયે અકસ્માત સર્જી શકે છે. જેથી મુસાફરો પોતાનો જીવ ગુમાવી શકે છે.

જો કે રિવરફ્રન્ટનાં અધિકારીઓ અને ફાયરનાં અધિકારીઓની રહેમ નજર હેઠળ આ બોટ ચલાવાય છે. તેમજ બોટિંગ પોઇન્ટ ચલાવતી એજન્સીઓ પાસે 5 વર્ષનો અનુભવ નથી. રિવરફ્રન્ટ પર ચાલતા બોટિંગ પોઇન્ટ પર એક પણ રેસ્કૂ બોટ નથી.

આ એજન્સીઓ પાસે સરકાર માન્ય લાઇવ જેકેટ પણ નથી. આથી જો બોટિંગ સમયે અકસ્માત સર્જાય તો મુસાફરો પોતાનાં જીવનો બચાવ ન કરી શકે. જય ઇન્ડીયા એજન્સી દ્વારા જેટકી બોટનો ઉપયોગ કરાય છે. જેનો ઉલ્લેખ એક પણ ટેન્ડરમાં કરાયો નથી.

આ સિવાય બોટિંગ એજન્સીઓ ટેક્સની ખુલ્લેઆમ ચોરી કરી રહ્યાં છે. ટેન્ડરનાં નિયમ પ્રમાણે $100 લેવાનાં હોય છે. એજન્સીઓ GSTનાં નામે $130 ચાર્જ લે છે. ખોડલ કોર્પોરેશન અને જય ઇન્ડીયા એજન્સી $130 ચાર્જ લે છે. પરંતુ પોતાની ટીકીટમાં GSTનો ઉલ્લેખ કરાયો નથી. આ મામલે રિવરફ્રન્ટનાં નરેશ રાજપૂત નામનાં અધિકારીને બોટિંગની જવાબદારી સોંપાઇ છે.

You might also like