બડા સાજિદ અમદાવાદ બ્લાસ્ટનો સૂત્રધારઃ સિરિયામાં માર્યો ગયો હોવાની અાશંકા

અમદાવાદ: આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા એક વિડીયોમાં ઇન્ડિયન મુજાહુદ્દિનના બે ફરાર આંતકવાદીઓ દેખાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બે આતંકવાદીઓ પૈકી એક આતંકવાદી મહંમદ સાજીદ ઉર્ફે બડા સાજીદ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. ગુજરાત એટીએસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે બડા સા‌િજદ સિરિયામાં થયેલા હુમલામાં માર્યો ગયો છે.

અમદાવાદમાં 2008માં સિરિયલ બ્લાસ્ટ કરી આતંક મચાવનાર 98 જેટલા આતંકીમાંથી 12થી વધારે ફરાર છે, તેમાંનો એક સા‌િજદ ઉર્ફે બડા સા‌િજદ ISISમાં જોડાઈ ગયો હતો. તાજેતરમાં આઇએસ દ્વારા એક વી‌િડયો ‌િક્લપ જાહેર કરવામાં આવી હતી, જેમાં બડા સા‌િજદ સહિત 5 આંતકીઓએ 22 મિનીટનો ખોફનાક વી‌િડયો જારી કરીને ગુજરાતનાં રમખાણો, બાબરી મસ્જિદ કાશ્મીર અને મુઝફ્ફરનગરમાં માર્યા ગયેલા મુસ્લિમોનો બદલો લેવાની ધમકી આપી હતી.

એનઆઇએએ વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ માટે તમામ રાજ્યની એટીએસનો સંપર્ક કર્યો હતો એવામાં 5 આતંકીઓ પૈકી 3 આતંકીઓની ઓળખ થઇ ગઇ છે. મહારાષ્ટ્રનો ફહાદ તન્વીર, આઝમગઢનો બડા સા‌િજદ તથા અબુ રશીદ છે. ઉલ્લેખનીય છે કે એનઆઇએ દ્વારા વિડીયોનું લેબ ટે‌િસ્ટંગ કરાવતા જૂના વીડિયો તથા નવા વી‌િડયો મિક્સ કરીને 22 મિનિટનો વીડિયો બનાવવામાં આવ્યો છે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી કે. કે. પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ કરી આતંક મચાવનાર ઇન્ડિયન મુજાહુદ્દિનનો આતંકી સા‌િજદ ઉર્ફે બડા સા‌િજદ કુરેશ અહેમદ શેખનું સિરિયામાં મોત થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. આ  વીડિયો જૂનો હોવાનું સુરક્ષા એજન્સીઓ કહી રહી છે. તે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરી ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ દિલ્હીમાં બ્લાસ્ટ કર્યા પછી દિલ્હીના બાટલા હાઉસમાં પણ પોલીસ પર હુમલો કરીને ફરાર થયો હતો,  પોલીસનું માનવું છે કે થોડો સમય ભારતમાં અલગ અલગ સ્થળો પર નાસ્તો ફરતો હતો અને નેપાળ થઇને પાકિસ્તાન જતો રહ્યો હતો. ત્યાર બાદ ISIS સક્રિય થતાં કુખ્યાત આતંકી સા‌િજદ ઉર્ફે બડા સા‌િજદ કુરેશ અહેમદ શેખ ઈરાક-‌િસરિયા જઈને ISISમાં જોડાયો હતો.

ગુજરાત એટીએસ જણાવે છે કે ISISની લડાઈમાં બડા સા‌િજદનું મોત થયું છે.  ‌િસ‌િરયલ બ્લાસ્ટ કરવા તમામ આરોપી દાણીલીમડામાં આવેલા અલ મહંમદી સોસાયટીમાં ભાડાના મકાનમાં રોકાયા હતા. શહેરમાં અલગ અલગ જગ્યા પર બોમ્બ પ્લાન્ટ કરી આરોપીઓ દિલ્હી ફરાર થઇ ગયા હતા. દિલ્હીમાં બાટલા હાઉસ ખાતે બડા સા‌િજદ સહિત 3 આતંકીઓ રોકાયા હતા, જેની માહિતી મળતાં અમદાવાદ પોલીસે દિલ્હી પોલીસને જાણ કરતાં દિલ્હી પોલીસ આરોપીઓને પકડવા ગઈ હતી, એ દરમિયાન મૂઠભેડ સર્જાતાં 2 આતંકીઓ માર્યા ગયા હતા અને બડા સા‌િજદ ફરાર થઇ ગયો હતો.

You might also like