ભાજપમાં ભડકો: મંડલ પ્રમુખને સસ્પેન્ડ કરાતા 180 કાર્યકરોએ તૈયાર કર્યા રાજીનામાં

અમદાવાદ: બોપલ મંડલ પ્રમુખને સસ્પેન્ડ કરાતા 180થી વધુ કાર્યકરોનાં રાજીનામા આપવામાં આવશે. બોપલ પાલિકાની સંકલન સમિતિમાં વિવાદ થયો હતો. અમદાવાદ ભારતીય જનતા પાર્ટી જિલ્લા દ્વારા સંકલન સમિતિની બેઠકમાં ગેરશિસ્ત આચરનાર એક સભ્યને 6 વર્ષ માટે બરતરફ કરવાનું અને મંડલ પ્રમુખ તથા મહામંત્રીને સસ્પેન્ડ કરવાનું નક્કી કરાયું હતું.

આ પગલાને પરિણામે ભાજપમાં ભડકો થયો છે અને સંગઠનના મહામંત્રી યોગેશ જોષી, ઉપપ્રમુખ દેવાંગ પટેલ સહિત 150થી વધુ સભ્યોએ રાજીનામાં ધરી દીધા હોવાની ઘટના બનવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, બોપલ મંડલ ભાજપ પ્રમુખ ઘણાં સમયથી લોકો અને સંગઠન વચ્ચે સંકલન જાળવવામાં નિક્રિયતા દાખવતા હોવાનું જોવા મળ્યું હતું. આથી શિસ્ત અને સુશાસનમાં માનતી અને પાર્ટી વિથ ડિફરન્સ તરીકેની ઓળખ ધરાવતી ભાજપ પાર્ટીમાં આ પ્રકારે ગેરશિસ્ત આચરનાર સામે પગલાં લઈને સાચો મેસેજ આપવામાં આવ્યો છે.

You might also like