ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા, અમદાવાદીઓ બન્યા જગન્નાથમય

અમદાવાદ: ‘જય રણછોડ માખણચોર’, ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’ ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાનો અષાઢી બીજે ગજકેસરી યોગ અને પુષ્ય નક્ષત્રના અનોખા સંયોગમાં તેમજ ભક્તિમય માહોલમાં જમાલપુર જગન્નાથજીના નિજ મંદિરથી પ્રારંભ થયો હતો.

વહેલી સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી. વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી.

મંગળા આરતી બાદ ૪-૩૦ કલાકે ભગવાનને વિશિષ્ટ ભોગ (ખીચડી)નો ધરાવાયો હતો. ભગવાનને ભોગ ધરાવાયા બાદ સવારે પ-૩૦ કલાકે રથમાં બિરાજમાન કરાયા હતા. ૭-૦પ કલાકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

આજે સવારે ચાર વાગ્યાથી જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વહેલી સવારે ૩-૪પની આસપાસ મંદિરના દ્વાર ખૂલતાં જ ‘જય રણછોડ માખણચોર’, ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’ના નાદ સાથે મંદિર ગૂંજી ઊઠ્યું હતું.

હજારોની સંખ્યામાં ભક્તજનોએ ભગવાનનાં દર્શન કર્યાં હતાં. વહેલી સવારે ચાર વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંદિરે આવ્યા હતા અને તેઓએ ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી.

મંગળા આરતી કરાયા બાદ ભગવાન જગન્નાથજી ખીચડી, કોળા, ગવારફળીનું શાક અને દહીંનો વિશિષ્ટ ભોગ ધરાવાયો હતો. ભોગ ધરાવાયા બાદ ભગવાનને તેમનાં અતિ પ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા સાથે મંદિરમાં પ્રાંગણમાં રહેલા નંદિઘોષ નામના રથમાં બિરાજમાન કરાયા હતા.

બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીને પણ રથમાં બિરાજમાન કરાયાં હતાં. રથમાં બિરાજમાન કરાયાં બાદ ત્રણેય ભગવાનને સાજ શણગાર કરાયો હતો. સવારે ૭-૦પ કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાનને પરંપરાગત રીતે મંદિરના

You might also like