અમદાવાદ શહેરની વિધાનસભા બેઠકોના લેખાજોખાં, કઇ બેઠક પર કયા પક્ષનું છે વર્ચસ્વ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગત ટર્મ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપનો ભગવો અમદાવાદની ૧૪ બેઠક પર લહેરાયો હતો. જ્યારે લઘુમતી-દલિત બહુમતી ધરાવતી બે બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી. હવે કોંગ્રેસે જીતેલી બેઠકો જીતવા અને ૨૦૧૨માં જીતેલી તમામ બેઠકો જાળવી રાખવા માટે ભાજપના હાઈકમાન્ડે મનોમંથન શરૂ કરી દીધું છે.

આગામી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરની ૨૧ બેઠકના ઉમેદવારોની નિર્ણાયક તબક્કે ચર્ચા હાથ ધરાશે. જેમાં શહેરના ૧૨ એમએલએને રિપિટની થિયરી નડી શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જોકે ભાજપે ઓછા માર્જિનથી મેળવેલી જમાલપુર-ખાડિયા અને બાપુનગરની બેઠક જાળવી રાખવા તેમજ દરિયાપુરની કોંગ્રેસની બેઠક મેળવવા મહેનત કરવી પડશે. તો કોંગ્રેસે પણ ઓછું માર્જિન ધરાવતી દરિયાપુરની બેઠક જાળવી રાખવા ઉપરાંત જમાલપુર, ખાડિયા અને બાપુનગરની બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા મહેનત શરૂ કરી દીધી છે.

શહેરની પશ્ચિમની પાંચ બેઠક પર તમામ ધારાસભ્ય બદલાય તેવી શક્યતા છે. વટવા બેઠક પર પૂર્વમાં પ્રદીપસિંહ જાડેજા રિપિટ થશે. જ્યારે પૂર્વની બીજી ૯ બેઠક પર ભાજપનો રિપિટ થિયરી અપનાવી શકે છે. તેમાં પાટીદાર ઓબીસી અને દલિત ફેક્ટરની ગણતરી ધ્યાને લેવાશે. ઘાટલોડિયા બેઠક પર પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન, નારણપુરા બેઠકથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યકક્ષાના સાંસદ બનતા બંને બેઠક પર નવા ચહેરા આવશે.

વેજલપુર, એલિસબ્રિજ, સાબરમતી બેઠક ઉપર વર્તમાન ધારાસભ્યોનો રિપિટ થિયરીમાં આવે તેવી શક્યતા છે. પૂર્વ અને કોટ વિસ્તારમાંથી કુલ ૧૧માંની ૨ બેઠક કોંગ્રેસ પાસે છે. પૂર્વની નવ પૈકી ઠક્કરબાપાનગર નરોડા, વટવા બેઠક પરના એમએલએ અત્યારે પ્રધાન મંડળમાં છે. ભાજપ માટે ઉમેદવારોની પસંદગીમાં સૌથી મોટો રોલ જ્ઞાતિવાદનો હશે જેના કારણે હાલના ધારાસભ્યોની ટિકિટ કપાવવાની શક્યતા છે. ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્યો પણ તેના નિર્ણાયક રોલ ભજવશે.

જમાલપુર ખાડિયા બેઠક નવી બની છે. જેમાં ૨૦૧૨માં ભૂષણ ભટ્ટે જીત મેળવી છે. કોંગ્રેસમાં બળવો કરી ઉભા રહેલા સાબીર કાબલીવાળા (અપક્ષ) તેમાં ફાળો હોવાનું ચર્ચાય છે. આ બેઠક પર લઘુમતીનું બહુત્વ હોઈને ભાજપ આગામી ચૂંટણીમાં લઘુમતી ચહેરાની શક્યતા ચકાસી રહ્યો છે.

દાણીલીમડા અને અસારવા એ શહેરની અનામત બેઠક છે. શહેર કોટડા બેઠક સીમાંકન બાદ દાણીલીમડા બેઠક બની છે. જે કોંગીનો ગઢ ગણાય છે. દલિત, શ્રમિક અને મુસ્લિમ મતદારોનું તેનાં પ્રભુત્વ છે. ભાજપના અનેક પ્રયત્ન છતાં હજુ સુધી આ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી નથી. હવે ભાજપ બંને બેઠકોના ઓછા માર્જિનને જીતમાં પલટવા પ્રયત્ન કરી રહ્યું છે. આ ચૂંટણીમાં પરંપરાગત બેઠકોના બદલે અન્ય નવી બેઠક પર પાટીદારોને મહત્ત્વ અપાય તેવી શક્યતા છે.

ahmedabad candidate

You might also like