અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2017-18નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, જાણો ખાસ વિગતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2017-18નું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કર્યુ છે. આ ડ્રાફ્ટ બજેટ પ્રમાણે AMCનું રૂપિયા 6101 કરોડનું બજેટ રજૂ થયું છે. 3150 કરોડના વિકાસના કામોનું બજેટ રજૂ કરાયું છે. રૂ. 2951 કરોડ રેવન્યુ ખર્ચમાં થશે. 36 વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે રૂ. 400 કરોડથી વધુ ખર્ચાશે.

આ ડ્રાફ્ટ બજેટ પ્રમાણે સી.જી. રોડનું નવીનીકરણ કરાશે. નવા RCC રોડ બનાવાશે. નવા 40 TPના રોડ બનાવાશે. આ રોડ બનાવામાં પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરાશે. જાહેરમાં વશુ 140 ટ્રાફિક જંકશન પર સિગ્નલ લગાડવામાં આવશે.

જ્યારે પૂર્વ અમદાવાદ માટે પણ આ બજેટમાં રકમ ફાળવવામાં આવી છે. અજીત મીલ ચાર રસ્તા પાસે નવા 4 ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. SG હાઇવેથી SP રીંગ રોડ પર પણ નવો ફલાય ઓવરબ્રિજ બનશે. અને AMC $ 937 કરોડના ખર્ચે 18 હજાર 745 આવાસો બનશે.215 કરોડના ખર્ચે 3710 EWS આવાસો બનશે. ગત વર્ષ કરતા રજૂ થયેલા ડ્રાફટ બજેટમાં $ 446 કરોડનો વધારો કરાયો છે. અને ગત વર્ષે $ 5655 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ થયું હતું.

You might also like