જાપાનનાં પીએમ શિંઝો આબેનું PM મોદીએ એરપોર્ટ ખાતે કર્યું ભવ્ય સ્વાગત, જુઓ VIDEOમાં

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે આજથી બે દિવસ અમદાવાદનાં મહેમાન બન્યાં છે. આજથી જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસ પર છે. જેથી 13 અને 14 સપ્ટેમ્બરે આખા દેશ અને દુનિયાની નજર ગુજરાત પર રહેશે. પીએમ મોદી અને શિંઝો આબેની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આજે શિંઝો આબે એરપોર્ટથી પીએમ મોદી સાથે 8 કિલોમીટરનો રોડ શૉ કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેનું ભવ્ય સ્વાગત કર્યું. સાથએ જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેને “ગાર્ડ ઓફ ઓનર” અપાયું. પીએમ મોદી સહિત અનેક બીજેપીનાં નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યાં. મુખ્ય સચિવ જે.એન.સિંહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં અને સાથે સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ડે.સીએમ નીતિન પટેલ અને DGP ગીથા જોહરી સહિત નેતાઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં.

એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી પીએમ મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેનાં રોડ શોને લઈ એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ જવાનાં રસ્તા બંધ રાખવામાં આવશે. દિલ્લી ચકલાથી લાલદરવાજા અને નહેરુ‌બ્રિજથી અગાશી હોટલનો રસ્તો મોડી રાત સુધી બંધ રહેશે. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ તેઓ સીધાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જશે, જ્યાં તેઓ સંવાદ કાર્યક્રમ કરશે. ત્યાંથી લાલદરવાજા સીદી સૈયદની જાળી ખાતે જશે.

એસઆરપી, ક્યુઆરટી, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, ટ્રાફિક પોલીસ અને ચેતક કમાન્ડોનો કાફલો અને સમગ્ર શહેરની પોલીસને આજ સવારથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. શહેર પોલીસ, એસપીજી અને જાપાનની સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે સવારે પણ તેઓની મુલાકાતનાં સ્થળ અને હયાત હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ તૈયારીઓને બપોર સુધીમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

You might also like