અમદાવાદ એરપોર્ટમાં પેસેન્જરની સોનું ભરેલી બેગ ગાયબ

અમદાવાદ: અમદાવાદના હાઇ સિક્યોરિટી ઝોન ગણાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ભરેલી બેગ ગાયબ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. કસ્ટમ કિલયર કરાવતી વખતે કપડવંજ પાસેના આમલિયારા ગામના વતનીની બેગ કોઇ અજાણ્યો ઇસમ લઇને ફરાર થઇ જતાં એરપોર્ટ ઓથોરિટીએ તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કપડવંજ આમલિયારા ગામમાં રહેતા સુરેન્દ્રભાઇ બિહોલા દુબઇથી અમદાવાદ આવ્યા હતા. ત્યારે એરપોર્ટમાં સુરેન્દ્રભાઇ પોતાની સાથે લાવેલા લગેજનું કસ્ટમ કિલયર કરાવતા હતા તે સમયે કોઇ અજાણ્યો ઇસમ બેગ ચોરી ફરાર થઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રભાઇ પાસે બે બેગ હતી જેમાં એક બેગને કસ્ટમ વિભાગે ચેક કરી હતી. ત્યાર બાદ બીજી બેગ પણ ચેક કરાવવા માટે સુરેન્દ્રભાઇ કસ્ટમ વિભાગમાં પહોંચ્યા ત્યારે કસ્ટમ વિભાગે ચેક કરેલી બેગ ગાયબ થયેલી જણાઇ હતી. આ બેગમાં સુરેન્દ્રભાઇ દુબઇથી સોનાના દાગીના તથા બાળકો માટે કપડાં લાવ્યા હતા. એરપોર્ટ પરથી બેગ ગાયબ થતાં સુરેન્દ્રભાઇએ ઊહાપોહ મચાવ્યો હતો. જેમાં કસ્ટમ વિભાગ તેમજ સુરક્ષા એજન્સીના કર્મીઓ તેમની પાસે પહોંચી ગયા હતા અને ચોરાયેલી બેગ મામલે તપાસ શરૂ કરી હતી.

એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રભાઇની ચોરાયેલી બેગને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. ત્યારે એરપોર્ટ સંકુલમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાના શરૂ કરાયા છે.  સમગ્ર ઘટનાથી સરદારનગર પોલીસ અજાણ છે.

http://sambhaavnews.com/

You might also like