અેરપોર્ટ પરથી NRIની બેગ ચોરી, પણ અાબાદ ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી એનઆરઆઇની બેગની ચોરી કરનાર બે યુવાનોની પોલીસે ધરપકડ કરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય દિવ્યકાંતભાઇ શાહ અમેરિકાના ન્યૂ જર્સી ખાતે ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત છે. ગત તારીખ 28 મેના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ એર ઇ‌િન્ડયાની ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા હતા. ટર્મિનલ-2માં કસ્ટમ્સ સ્કેન થયા પછી કન્વેયર બેલ્ટ ઉપરથી કોઇ અજાણ્યા ઇસમો તેમની બેગ લઇને પલાયન થઇ ગયા હતા, જે અંગે એનઆરઆઇ દિવ્યકાંત શાહે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બેગ ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી.

દિવ્યકાંત શાહ અમે‌િરકાથી 4 બેગ લઇને આવ્યા હતા, જેમાં ચોરી થયેલી બેગમાં લેપટોપ, બેંક ઓફ અમે‌િરકાનું ટૂ‌િરસ્ટ વિઝાકાર્ડ, હેલ્થકાર્ડ, ક્રેડિટકાર્ડ, 2300 ડોલર, ન્યૂ જર્સીનું ડ્રાઇ‌િવંગ લાઇસન્સ મળીને કુલ 1 લાખ 91 હજારની મતાની ચોરી થઇ હતી. 6 જૂનના રોજ સરદારનગર પોલીસ સ્ટેશનમાં બેગ ગુમ થવા અંગે જાણ કરવામાં આવી હતી, જેમાં પોલીસે એરપોર્ટના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.

કન્વેયર બેલ્ટ પાસે આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતાં એક યુવક દિવ્યકાંત ભાઇની બેગ લઇને જતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં આ યુવક હિંમતનગરનો રહેવાસી મહેદી હુસેન હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં મહેદી હુસેન અને તેનો મિત્ર મહંમદ ‌િરયાઝ સામાન મૂકવાની ટ્રોલીમાં બેગને છુપાવીને લઇ જતા હતા, જોકે બેગનો પટ્ટો ટ્રોલીની બહાર લબડતો હોવાનું પોલીસને સીસીટીવી ફૂટેજમાં જોયું હતું.

મહંમદ ‌િરયાઝ અને મહેદી હુસેન બન્ને જણા ઉમરાહ કરીને એતિહાદની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા હતા અને દિવ્યકાંતની બેગ લઇને પલાયન થઇ ગયા હતા. છેલ્લા બે દિવસથી મહેદી હુસેન તથા મહંમદ ‌િરયાઝની પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં તેમણે બેગ ચોરી કરી નથી કરી તેવી કબૂલાત કરી હતી ત્યારબાદ બન્ને આરોપીઓને સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા, જેમાં તેમણે ભૂલથી બેગ આવી ગઇ હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી, જોકે અંતે તેઓ ભાંગી પડ્યા હતા અને પોલીસ સામે કબૂલાત કરી હતી કે ચોરી કરવાનો કોઇ ઇરાદો હતો નહીં, પરંતુ ભૂલથી બેગ આવી ગઇ હતી. જ્યારે ઘરે આવીને બેગ તપાસી તો તેમાં કીમતી સરસામાન હતો, જેથી બેગ પરત નહીં આપવા માટે અમારી નિયત બગડી હતી અને પોલીસ તપાસમાં ધરપકડ ના થાય તે માટે અમે બેગનો બેલ્ટ પણ તોડી નાખ્યો હતો.

આ મુદ્દે સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.પટેલે જણાવ્યું છે કે મહેદી હુસેન હોટલમાં કૂક છે ત્યારે મહંમદ ‌િરયાઝ હજ પઢવા માટે મોકલવાની સેવા આપે છે.  બન્ને આરોપીઓએ ભૂલથી નહીં, પરંતુ જાણી જોઇને ચોરી કરી છે. તેમના વિરુદ્ધમાં પુરાવા મળી આવ્યા ત્યારે તેમણે બેગ ભૂલથી આવી ગઇ હોવાની ખોટી કબૂલાત કરી હતી.

You might also like