અમદાવાદ એરપોર્ટના રનવે પર આવ્યું સસલુ, ટળી મોટી દુર્ઘટના

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે મોડી રાત્રે એક મોટી દૂર્ધટના ટળી છે. રનવે પર એક સસલુ આવી જતા બે વિમાન એક બીજા સાથે અથડાતા રહી ગયા હતા. આ ઘટના ત્યારે સર્જાઇ જ્યારે સ્પાઇસજેટની એક ફ્લાઇટ ઉડાણ ભરી રહી હતી. તે જ સમયે ઇન્ડિગો એરલાઇન્સનું એક પ્લેન પાર્કિંગની જગ્યા તરફ આગળ વધી રહ્યું હતું.

સ્પાઇસજેટના વિમાનને ઉડાવી રહેલા પાયલોટના હોશ તે વખતે ઉડી ગયા. જ્યારે તેમણે જોયું કે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનનો પાછળનો ભાગ રનવે પર જ છે. સ્પાઇસજેટ એરલાઇન્સના પાયલોટે તુરંત એક ટ્રાફિક કંટ્રોલને સમાચાર આપ્યા હતા. ત્યારે ઇન્ડિગો પ્લેનના પાયલોટટે જણાવ્યું કે તેમને પાર્કિંગની જગ્યા પર જતી વખતે સસલુ દેખાયું.

જેના કારણે તેઓ બ્રેક લગાવવા પર મજબુર થયા હતા. જોકે સ્પાઇસ જેટના પાયલોટે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે  ઇન્ડિગો પ્લેનને તેમના ટેક ઓફ સુધી રનવેથી હટવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જ્યારે ઇન્ડિગોના પાયલોટે પોતાના રિપોર્ટમાં સસલાનો ઉલ્લેખ કર્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન ઘટનાની તપાસ કરી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like