ફ્લાઈટનાં ધાંધિયાં યથાવત્ ૧૦ જેટલી ફ્લાઈટ મોડી પડી

અમદાવાદ: અમદાવાદથી અાવતી જતી ૧૦ જેટલી ફ્લાઈટ ધુમ્મસભર્યા વાતાવરણ તેમજ અન્ય કારણસર પા કલાકથી લઈને સવા કલાક જેટલો સમય મોડી પડી હતી. જેમાં દિલ્હીથી અાવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઅાઈ-19, એર કેનેડાની ફ્લાઈટ નંબર એસી-૬૪૧ર સવા કલાક જેટલો સમય મોડી અાવી હતી. તેવી જ રીતે દિલ્હીથી અાવતી જેટ એરવેઝની ફ્લાઈટ નંબર ૯ડબ્લ્યૂ-૬૮૬, એતિહાદ એરવેઝની ઈવાય-૮૯૯૧ અને જેટ કનેક્ટની એસ-ર-પ૧૩૬ નંબરની ફ્લાઈટ અડધો કલાક જેટલો સમય મોડી પડી હતી.

તો ઇન્દોરથી અાવતી ઈન્ડિગોની ૬ઈ-ર૪પ નંબરની ફ્લાઈટ પા કલાકથી વધુ સમય મોડી અાવી હતી. જ્યારે મુંબઈથી અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-૩૩૧ નંબરની ફ્લાઈટ અડધો કલાક મોડી અાવી હતી. જ્યારે અમદાવાદથી દુબઈ જતી ફ્લાય દુબઈની એફઝેડ-૪૩૮ નંબરની ફ્લાઈટ પા કલાક કરતાં વધુ સમય, દિલ્હી જતી સ્પાઈસ જેટની એસજી-૧૯૪ નંબરની ફ્લાઈટ પા કલાક મોડી ઉપડી હતી. તેવી જ રીતે દિલ્હી જતી એર ઈન્ડિયાની એઅાઈ-૧૮ નંબરની ફ્લાઈટ અડધો કલાક જેટલી મોડી ઉપડી હતી.

You might also like