VIDEO: અમદાવાદમાં ગરમીથી વકીલનું મોત થતાં 23મેં સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો 46 ડીગ્રીથી પાર થઈ જતાં સામાન્ય જીવન હવે અસ્ત વ્યસ્ત બની ગયું છે. ભારે તાપમાન અને લૂનાં કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે ગરમીનાં કારણે એક વકીલનું મોત થતાં અમદાવાદ જિલ્લા બાર એસોશીએશને 23મેં સુધી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા ન્યાયાલયનાં વકીલો કામગીરીથી અળગા રહેશે અને કોઈ અરજન્ટ કેસ હશે તો જ કામગીરી ચલાવવામાં આવશે.

મહત્વનું છે કે હવામાન દ્વારા ઓરેન્જ એલર્ટની જાહેરાત કરાઇ છે ત્યારે દિવસેને દિવસે ઉનાળો પણ હવે આકરો બનતો જાય છે. આ અસંખ્ય ગરમીનાં કારણે અમદાવાદનાં વકીલો દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે ગરમીનાં કારણે વકીલો તારીખ 18મેંથી 23મેં સુધી કામથી અળગા રહેશે.

કારણ કે ગરમીનાં કારણે કોર્ટની કાર્યવાહી માટે વકીલો અને દૂરથી પક્ષકારોને પણ તકલીફ પડે છે. આ સાથે જ જો કોર્ટમાં અરજન્ટ કાર્યવાહી હોય તો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે તેવો વકીલો દ્વારા નિર્ણય લેવાયો છે. આ ગરમીનાં કારણે એક વકીલનું મોત પણ નિપજ્યું છે. જેથી વકીલો દ્વારા સૌનાં હિત માટે આ નિર્ણય લેવાયો છે.

You might also like