આસ્ટોડિયા દરવાજા નજીક રિક્ષા-આઈશર વચ્ચે અકસ્માતઃ બેને ઈજા

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. બેફામ સ્પીડે આઈશર અને આઈશર ટ્રક ચાલકો વાહન ચલાવી અને ગંભીર અકસ્માત સર્જતા હોય છે.
શહેરના આસ્ટોડિયા ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એક આઈશર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલક સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનું કચ્ચરઘાણ પણ વળી ગયું હતું. આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના આસ્ટોડિયા દરવાજા નજીકથી આજે વહેલી સવારે અર્જુન પટ્ટણી નામનો રિક્ષાચાલક પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડી અને જઈ રહ્યો હતો ત્યારે આસ્ટોડિયા દરવાજા પાસે અર્જુને રિક્ષાનો યુટર્ન માર્યો હતો તે દરમિયાનમાં પૂરપાટ ઝડપે આવેલા એક આઈશર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી.

You might also like