પતિ વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણીમાં મહિલાએ જજ સામે કપડાં ઉતાર્યાં

અમદાવાદ: કાર્ટમાં પોતાની વાત સાંભળવામાં આવે તે માટે મહિલાએ એવો રસ્તો અપનાવ્યો જેની કલ્પના પણ કરવી અઘરું છે. મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ચાલી રહેલા એક કોર્ટ કેસમાં સુનાવણી વખતે લોકો સામે કપડાં ઉતારી નાંખ્યા અને પ્રદર્શન કરવા લાગી.

આ ઘટના અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બની હતી. જ્યાં સુનાવણી વખતે એક મહિલા પોતાના પરનો કાબૂ ખોઈ બેઠી હતી અને સમગ્ર કોર્ટ સમક્ષ સુનાવણી ચાલતી હતી તે દરમિયાન પ્રદર્શન કરવા લાગી અને વિરોધ પ્રદર્શન કરવા લાગી હતી.

મહિલાએ ગયા વર્ષે પોતાના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેમની છોકરી સાથે અશ્લીલ અડપલાં કરે છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એક વર્ષ પછી પણ કોર્ટે તેના પતિથી સુરક્ષાની જોગવાઈ કરી નથી.
આ મામલામાં આરોપી પતિના સામે આવ્યા બાદ તે દિલ્લી જતો રહ્યો છે, તેની વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઢળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે મહિલાએ કોર્ટમાં પોતાના કપડાં ઉતારવા લાગી ત્યારે હાજર મહિલા ગાર્ડ અને વકીલોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, એટલું જ નહિ ત્યાં ચાલી રહેલા વીડિયો રેકોર્ડિંગને પણ રોકવાની નોબત આવી હતી.

મહિલા અને તેના વકીલને આ ઘટના બાદ રજિસ્ટ્રાર પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેએ પોતાનું માફીનામું આપ્યું અને ભરોસો અપાવ્યો હતો કે ભવિષ્યમાં એવી કૃત્યુ નહિ આચરવામાં આવે અને કોર્ટની શાંતિ અને માહોલમાં ભંગ પાડવામાં નહિ આવે.

You might also like