અમદાવાદ: આજે ગુજરાતી ફિલ્મ ફેટરનીટી માટે વિશાળ અધિવેશન યોજાયું

ગુજરાતી ફીલ્મ ફ્રેટરનીટી ની સ્થાપના ખુબ મોટા પાયે થવા જઇ રહી છે..સૌ પ્રથમ વખત ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ તમામ લોકો એક છત્ર નીચે સંગઠીત થયા..જેમાં નિર્માતા, દિગ્દર્શક, કલાકારો, લેખકો, ટેક્નીશ્યનો, મેકઅપ આર્ટીસ્ટ, પ્રોડક્ષન મેનેજરો, આસીસ્ટન્ટ્સ, મ્યૂઝીક ડાયરેક્ટર્સ, સીંગર્સ, મ્યુઝીશ્યન્સ, આર્ટ ડીરેક્ટર્સ, આર્ટીસ્ટ કોઓર્ડીનેટર્સ, ડ્રેસમેન, ઇક્વીપમેન્ટ સપ્લાયર્સ, ડીસ્ટીબ્યુટર્સ, પબ્લીસીટી ડીઝાઇનર્સ, સ્ટુડીયો હોલ્ડર્સ, કોરીયોગ્રાફર્સ, ડાન્સર્સ, ફાઇટ માસ્ટર્સ, ફાઇટર્સ, લાઇન પ્રોડ્યુસર્સ, કાર્યકારી નિર્માતાઓ, સ્પોટ બોય્ઝ જેવા તમામ લોકો આ ફ્રટરનીટીમાં જોડાઇ શકે છે અને આ કારણે અનેક ફાયદાઓ ભવિષ્યમાં તે મેળવી શકે.

આ માટે એક વિશાળ અધીવેશન તારીખ 18 જુન , રવિવાર , સવારે 9 વાગ્યે , ઠાકોરભાઇ દેસાઇ હોલ , લો ગાર્ડન , અમદાવાદ ખાતે યોજાયુ જેમા મોટી સંખ્યામાં ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ તમામ લોકો જોડાયા હતા. ગુજરાતી ફિલ્મો સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકોએ “ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નીટી” ની રચના કરવાનું બીડું ઝડપ્યું છે. જેમાં નિર્માતાઓ , દિગ્દર્શકો , લેખકો , કલાકારો , ટેક્નિશ્યનો , સંગીતકારો , ગાયકો , નૃત્યકારો , સહાયકો , સ્પોટબોય્સ જેવા તમામ લોકોને એક છત્ર નીચે સમાવી લેવાનો ઉમદા વિચાર આ ફ્રેટર્નીટી નો છે .

You might also like