હોળી-ધૂળેટી પર્વમાં શહેરમાં ૮૦ ટન જેટલી ખજૂર વેચાશે

અમદાવાદઃ હોળી ધુળેટીનાં તહેવારને હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે બજારમાં અવનવા પેકિંગમાં વિવિધ જાતની ખજૂરની આવક શરૂ થઈ ગઈ છે. હોળીનાં દિવસે ખજૂર ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. આ દિવસે લોકો ખજૂર ખાય પણ છે અને હોળીની જ્વાળામાં ખજૂર હોમવામાં પણ છે. હોળીનાં એક જ દિવસે અમદાવાદીઓ ૮૦ ટન જેટલી ખજૂર વેચાશે.

જો કે ગૃહિણીઓની પહેલી પસંદ હવે લુઝ ખજૂર નહીં પરંતુ પેકિંગમાં મળતી ખજૂર ખરીદવાની છે. ગત વર્ષની સરખામણીએ ખજૂરના ભાવ આ વર્ષે ઓછા છે અમદાવાદમાં મોટા ભાગની ખજૂર ઈરાન ઇરાક અને સાઉદી અરેબિયાથી આવે છે. જીએસટી લાગુ પડ્યા બાદ ખજૂરની માર્કેટમાં ઘટાડો થયો છે આ વર્ષે ખજૂરના હોલસેલ ભાવ રૂ ૫૦ થી ૬૦ પ્રતિ કિલો છે. જયારે રિટેલ ભાવ રૂ ૮૦થી ૧૦૦ પ્રતિ કિલો છે. લોકો ૨૫૦ ગ્રામથી લઈને એક કિલોનાં પેકિંગની ખજૂરની ખરીદી કરી રહ્યા છે.

ઇરાનની ફરદી અને સાની ખજૂરના ભાવ પ્રતિ કિલો રૂ. ૩૦૦ થઇ ગયા છે. આ ખજૂરનું એક કિલોની ડિશ પેકિંગમાં વધુ વેચાણ થઇ રહ્યું છે. ઇરાકી ખજૂરના કલમી, મુજાફતી, બરની અને બુમન ખજૂરનો ભાવ રૂ. ૧૬૦થી ૩૦૦ ભાવ રહ્યા છે. ધાણી અને ચણાના ભાવમાં પણ વધારો હોળીમાં ધણી-ખજૂર, ચણાની આહુતિ આપવામાં આવતી હોય છે.

ચાલુ વર્ષે નાની અને મોટી ધાણી રૂ.૭૦થી ૧૧૦ પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાણ થઇ રહી છે. જ્યારે ચણા રૂ. ૧૨૦થી ૨૦૦ પ્રતિ કિલોના ભાવ ચાલી રહ્યા છે. ખજૂરના પેકિંગ ભાવ લાલ જાયદી ૧૧૦ -૧૨૫, ઇરાની ૧૪૦-૧૬૦ ,કીમિયા ૨૦૦ -૨૫૦, ફરદ ૨૫૦ -૩૦૦ ,મુજાફતી ૨૨૦ -૨૪૦, કલમી ૩૦૦ -૩૩૦, બરની ૧૨૦ -૧૪૦, બુમન ૧૨૫- ૧૪૦.

ખજૂરનાં હોલસેલ વેપારી વીરેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે ખજૂર પર પાંચ ટકા વેટ લાગતો હતો જે જીએસટી આવ્યા બાદ ૧૨ ટકા થઇ ગયો છે. સાથે અન્ય ખર્ચા વધવાથી પણ હોલસેલ બજારમાં દરેક પ્રકારની ખજૂરના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સ્થિરતા છે જયારે કેટલીક સામાન્ય જ્ઞાતિ ખજૂરના ભાવ વધવાથી ઓછા પણ થયાં છે બજારમાં દરેક પ્રકારની ખજૂરની ખરીદી કરનારો વર્ગ છે.

You might also like